તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ગર્ભપાતના જમાનામાં માતા પિતાએ જન્મ આપ્યો ક્યારેક થેંક યુ કહ્યું ખરું?

ગર્ભપાતના જમાનામાં માતા પિતાએ જન્મ આપ્યો ક્યારેક થેંક યુ કહ્યું ખરું?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાવીનગરસોસાયટી શ્રીવાસુપૂજ્ય જિનાલય ઝવેરી સડક નવસારીમાં જૈનાચાર્ય હંસકીર્તિસુરીજીની પાવનનિશ્રામાં ચાતુર્માસ પર્વની ઉલ્લાસભેર ઉજવણી ચાલી રહી છે.

યુવા પ્રવચનકાર મુનિ નયરક્ષિત વિજયજીએ યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે પરીક્ષા સમયે પેન ભૂલી ગયા હોઇએ તેવા સમયે કોઇ અજાણી વ્યક્તિ પેન આપે તો કેવા ભાવથી થેંક્યુ કહીએ. વગર રીઝર્વેશને ટ્રેનની ભરચક ભીડમાં કોઇ વ્યક્તિ બેસવા માટે પોતાની સીટ આપે તો કેવો આભાર માનીએ. પરંતુ ગર્ભપાતના ભયાનક જમાનામાં જે માતા-પિતાએ આપણને જન્મ આપ્યો, શિક્ષણ તથા સંસ્કારો આપ્યા તેમને ક્યારે થેંક્યું કહ્યું છે લોકોની નાવ પાણીમાં ડૂબી જાય છે જ્યારે આપણી નાવ રેતીમાં સડસડાટ ચાલે છે. કુટુંબમાં શાંતિ છે. બધામાં મોટા ઉપકાર પરમાત્માની કૃપાનો છે. તેમને યાદ કરી આભાર માન્યો છે.

મુનિએ કહ્યું કે રસ્તા ઉપર ચાલતો મુસાફર ટ્રકનો હોર્ન સાંભળે તો અકસ્માતની શક્યતા છે. નેટ પ્રેક્ટીસ કરનાર ખેલાડી કોચનું માને તો ટીમમાંથી ફેંકાઇ જવાની પૂરી શક્યતા છે. સ્કુલ, કોલેજમાં ભણનાર વિદ્યાર્થી શિક્ષક પ્રોફેસરનું માને તો ફેલ થવાની શક્યતા છે. તેજ રીતે આધિ વ્યાધિ, ઉપાધિ ભરેલા સંસારમાં પરમાત્માનું માને તો અનંતકાળ માટે દુ:ખો ઝીંકાવાની પૂરી શક્યતા છે. માટે દરેક મુમુક્ષુએ પ્રભુવાણીનું અમૃતવત આચમન કરવું જોઇએ.

ચાતુર્માસની રૂપરેખા આપતાં પંન્યાસ રાજરક્ષિત વિજયજીએ કહ્યું કે સોમથી શુક્ર સવારે 8.30થી 9.30 કલાકે પંચસૂત્ર અને મન્નહજિણાણં ગ્રંથ ઉપર દૈનિક પ્રવચનો રાત્રે 9 કલાકે ભાઇઓ માટે સ્પે.પ્રવચન લાઇફ મેનેજમેન્ટ દર શનિવારે સવારે 8.30 કલાકે સુંદર ડેકોરેશન તથા સંગીતના સથવારે પ્રભુમિલનનો વિશિષ્ટ કાર્યક્રમ થશે. બપોરે ધો.5થી 10 ધોરણના બાળક બાળીકાની સંસ્કરણ શિબીર છે. દર રવિવારે સવારે 9.30થી12.30 શ્રીસંઘ ઉત્કર્ષ શિબીર છે. સવારે 6.30 કલાકે બાળક બાળીકા માટે અષ્ટપ્રકારી પૂજા તપોવન સ્ટાઇલથી કરાવામાં આવશે.

નવસારીમાં યુવાનોને સંબોધન કરતા નયનરક્ષિતવિજયજી મહારાજ સાહેબ

અન્ય સમાચારો પણ છે...