તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના 108ના કર્મચારીઓ હડતાળ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લામાં 108 એમ્બ્યુલન્સમાં સેવા બજાવતા કર્મચારીઓ આજે ગુરૂવારે હડતાળ ઉપર ઉતરી ગયા હતા. તંત્રએ ઉક્ત હડતાળીયા કર્મચારીઓની જગ્યાએ આરોગ્ય વિભાગના સ્ટાફનો ઉપયોગ કરી 108 સેવા કાર્યરત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

નવસારી જિલ્લાના 6 તાલુકામાં પણ 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. જિલ્લામાં 13 જેટલા 108ના વાહનોમાં 64 જેટલો સ્ટાફ સેવા બજાવે છે. જેમાં દરેક વાહનો ઉપર પાયલોટ (ડ્રાઈવર) અને ઈએમટી સેવા બજાવે છે. 108માં સેવા બજાવતા મોટાભાગના કર્મચારીઓ આજે ગુરૂવારે હડતાળ ઉપર ઉતરી ગયા હતા.

હડતાળ ઉપર ગયેલા કર્મચારીઓનું કહેવું હતું કે તેમની અનેક પડતર માંગણીઓનો સ્વીકાર કરાતો નથી. વર્ગ-3 સરકારી કર્મચારીમાં સમાવેશ કરાતો નથી, સ્ટાફમાં વધારો કરવો, આડેધડ કરાતી ટ્રાન્સફર રોકવી વગેરે પણ માગ છે. કર્મચારીઓની એવી પણ ફરિયાદ છે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટોર્ચર કરાય છે તથા તેમની માંગણીઓ કરવાનો અધિકાર પણ અપાતો નથી. પોતાની માંગણીઓ અનુસંધાને ગુરૂવારે જિલ્લાના મોટાભાગના 108કર્મીઓ હડતાળ હડતાળ ઉપર ઉતરી કામકાજથી અળગા રહ્યા હતા. જિલ્લાભરમાં 108 સેવામાં કાર્યરત વાહનો નવસારી સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં ખડકી દીધા હતા. હડતાળને કારણે સવારે તો તંત્ર મુશ્કેલીમાં મુકાયું હતુ પરંતુ સમય વિતતા સેવાને ધબકતી રાખવાનો પ્રયત્ન કર્યો હતો.

અંગે 108 સેવાના અધિકારી અભિષેક ઠાકરે જણાવ્યું કે 108 સેવાને મહત્તમ કાર્યરત રાખવાનો પ્રયત્ન આજે રખાયો હતો. માટે હડતાળીયા કર્મચારીઓની જગ્યાએ હેલ્થ વિભાગના સ્ટાફનો ઉપયોગ કરાયો હતો.

નવસારી સિવિલ કંપાઉન્ડમાં 108 સેવાના વાહનો તથા કર્મીઓ. તસવીર- રાજેશ રાણા

તંત્રએ હેલ્થના સ્ટાફની સેવા લીધી, પરંતુ ઇએમટીની જગ્યા ખાલી રહી

અન્ય સમાચારો પણ છે...