• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વિદ્યામંદિર ઓંજલના વિદ્યાર્થીની પ્રતિભાશોધ સ્પર્ધામાં સિધ્ધિ

વિદ્યામંદિર ઓંજલના વિદ્યાર્થીની પ્રતિભાશોધ સ્પર્ધામાં સિધ્ધિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંડીરોડ |જલાલપોર તાલુકાના ઓંજલ ગામની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીએ જિલ્લા પ્રતિભાશોધ સ્પર્ધામાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ ઉજાગર કર્યુ છે. નવસારી જિલ્લા પ્રતિભાશોધ પરીક્ષા 2017 માં વિદ્યામંદિર ઓંજલ શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હર્ષિલ ભુપેન્દ્રકુમાર પટેલે જલાલપોર તાલુકામાં તૃતિય ક્રમ તથા નેશનલ કક્ષાની પરીક્ષા એન.એમ.એમ.એસ.2017 માં તાલુકાના મેરીટ લીસ્ટમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યુ હતું.હર્ષિલ પટેલની સિધ્ધિ બદલ શાળા પરિવાર તથા એસ.એમ.સી સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...