• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • શ્રીજી મહારાજના સર્વોપરીપણાની વાતનું પ્રવર્તન કરાવનારા ગુણાતીતાનંદ સ્વામી

શ્રીજી મહારાજના સર્વોપરીપણાની વાતનું પ્રવર્તન કરાવનારા ગુણાતીતાનંદ સ્વામી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંપ્રદાયઅને આધ્યાત્મની દૃષ્ટિએ ભગવાન સ્વામીનારાયણ શ્રીજી મહારાજના સર્વોપરીપણાની વાતનું પ્રવર્તન કરાવનારા ગુણાતીતાનંદ સ્વામી એક અને અદ્વિતીય. શ્રીજી મહારાજ અનંત કોટિ બ્રહ્માંડના આધિપતિ તથા સર્વ અવતારીના અવતારી છે. ઉપરોક્ત શબ્દો ગોંડલ અક્ષરદેરીની સાર્ધ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે નવસારી સ્વામીનારાયણ મંદિરે બ્રહ્મસત્રમાં હરિભક્તોને સંબોધતા સંત પૂ. જ્ઞાનવત્સલસ્વામીએ ઉચ્ચાર્યા હતા.

પૂ. જ્ઞાનવત્સલસ્વામીએ કથામૃતની ભાગીરથી વહેવડાવતા અક્ષરપુરૂષોત્તમની ઉપાસના દૃઢ કરવા સમજાવ્યું હતું. ઉપાસનાની દૃઢતાથી થતા ફાયદા પ્રસંગો દ્વારા વર્ણવ્યા હતા. વિષયમાં તો વૈરાટ, પ્રધાનપુરૂષ ને પ્રકૃતિ પુરૂષ સુધી સર્વે ગોથા ખાય છે પણ અક્ષરધામમાં વિષય નથી તેમ જણાવી પૂ. જ્ઞાનવત્સલસ્વામીએ સૌને અક્ષરધામમાં જવાનો દૃઢ સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો. ગુણાતીતાનંદ સ્વામીએ બધાના હૃદયમાંથી ભગવાનના અન્ય અવતારોની ગ્રંથિત તોડાવી હતી. તેમણે આચાર્ય રઘુવીર મહારાજને કહી અચિંત્યાનંદસ્વામી પાસે મહારાજના સર્વોપરિપણાનો ગ્રંથ હરિલિલા કલ્પતરૂ કરાવ્યો હતો. ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાવી ભગવાન સ્વામીનારાયણના પ્રગટપણાની પરંપરા આજે પણ ચાલુ હોવાનું પ્રતિપાદન કર્યું હતું.

નવસારી સ્વામીનારાયણ મંદિરે જ્ઞાનવત્સલસ્વામીનો સત્સંગ

અન્ય સમાચારો પણ છે...