• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વિવિધ માંગણીઓના સંદર્ભે રિક્ષા એસોસિયેશનનું કલેકટરને આવેદન

વિવિધ માંગણીઓના સંદર્ભે રિક્ષા એસોસિયેશનનું કલેકટરને આવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંરિક્ષા ચાલકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આરટીઓ નિયમોમાં ફેરફાર કરી રિક્ષાને કોમર્શિયલ વાહનના નિયમમાંથી બાકાત રાખી અલગ નિયમ બનાવી શ્રમજીવી રિક્ષાચાલકોને રાહત આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

નવસારી ઓટો રિક્ષા એસો.ના પ્રમુખ ગણેશભાઈ અને દક્ષિણ ગુજરાત ઓટોરિક્ષા ચાલક કમિટી તથા રાજ્ય એસો. ફેડરેશનના મહામંત્રી રાકેશભાઈ પટેલની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં 29મી ડિસેમ્બર 2016ના રોજ દિલ્હી સરકારે ગેઝેટમાં તમામ વાહનોની ફી વધારી દીધી હતી. કેન્દ્રિય મોટર વાહન નિયમ 2016 મુજબ ફિટનેસ પ્રમાણપત્રમાં રિક્ષાચાલકોને અન્યાય થાય છે. છે. ઉપરાંત આરટીઓમાં ફિટનેસ સર્ટિફિકેટ રજિસ્ટર્ડ હોવાની વાતો કરી રિક્ષાચાલકોને દંડ ફટકારવામાં આવે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત જો ફિટનેસ સર્ટિ. હોય તો મેમો પકડાવાય છે . જે રિક્ષાચાલકે ભરવો પડે છે. દંડ ધોરણે હટાવાય તેવી માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...