સિરામિકના શોરૂમમાંથી 4.48 લાખની મત્તાની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીના કબીલપોર ગામે સત્યમનગર સોસાયટીમાં રહેતા મનોહરલાલ શાહ નવસારી-બારડોલી માર્ગ પર ધરતીધન સિરામિક શોરૂમ ધરાવે છે. તેમના શો રૂમની દાદર પાસેની બારીની ગ્રીલ તોડી શોરૂમમાં આવેલી તિજોરીને નિશાન બનાવી તેમાં મુકેલા રોકડા રૂ. 4.30 લાખ તથા રૂ. 18 હજારની કિંમતની 500 ગ્રામની ચાંદીની પાટ મળી કુલ રૂ. 4.48 લાખની મત્તાની ચોરી કરી હતી. ઘટના અંગે શો રૂમના સંચાલકે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ રોઝે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...