કામેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવ ઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં આવેલાં કામેશ્વર મહાદેવ મંદિર શ્રધ્ધા આસ્થાનું પ્રતિક સમાન છે. મંદિરનો 12મો પાટોત્સવ મહોત્સવ આજે ગુરૂવાર તા.10.8.2017નાં દિવસે ઉજવાયો હતો. બપોરે 2થી 5 દરમિયાન રૂદ્રયજ્ઞ કરાયો હતો. સાંજે 5 વાગ્યે મહાઆરતી યોજાઇ જેમાં અસંખ્ય ભક્તજનો જોડાયા હતા. ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા મંદિરનાં ટ્રસ્ટીઓએ દાતાઓનાં સહકારથી કરવામાં આવી હતી. ખેતીવાડી કોલેજ નવસારીનાં ભક્તો તથા ડો.સી.કે.ટીંમ્બડીયા મંદિરનાં પૂજારી અને મંદિરનાં ટ્રસ્ટી મનસુખ પરમાર યજમાન બન્યા હતા.પાટોત્સવ પ્રસંગે અનેક ભક્તજનો માટે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...