તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • બાબા અમરનાથના દર્શન કરીને નવસારીના 14 યુવકો હેમખેમ પરત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબા અમરનાથના દર્શન કરીને નવસારીના 14 યુવકો હેમખેમ પરત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરનાથનીયાત્રાએ ગયેલા નવસારીના 14 યુવાનો બાબા અમરનાથના દર્શન કરી સહીસલામત પરત આવી જતાં પરિવારજનોએ રાહત અનુભવી હતી.પરત આવેલા યુવાનોએ યાત્રાળુઓને હેમખેમ રીતે યાત્રા કરાવવામાં સેનાના જવાનોનો મુખ્ય ફાળો હોવાનું જણાવી તેઓએ સેનાના જવાનોની કામગીરીની ભારે પ્રસંશા કરી હતી.

નવસારીના સાંઇગ્રૃપ આયોજિત વૈષ્ણોદેવી-અમરનાથ ચારધામ યાત્રાએ નવસારીના 14 યુવાનો ગયા હતા.1લી જુલાઇએ યુવાનોએ નવસારીથી ટેમ્પો ટ્રાવેલરમાં ચારધામ યાત્રા માટે પ્રસ્થાન કર્યુ હતું. 7મી જુલાઇએ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં રમખાણ ફાટી નીકળતા અમરનાથયાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી, જેના કારણે ગુજરાતના હજારો યાત્રાળુઓ ત્યાં ફસાઈ ગયા હતા. નવસારીથી અમરનાથની યાત્રાએ ગયેલા 14 યુવાનો પૈકીના એરૂ ગામના દિનેશભાઇ આહિરે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે અનંતનાગમાં જે સમયે હિંસા ફાટી નીકળી તેના બે કલાક અગાઉ અનંતનાગથી અમે રવાના થઇને પહેલગાંવ તરફ નીકળી ગયા હતા.

પહેલગાંવ જઇ હોટલમાં રોકાયા હતા. 10મી તારીખે પહેલગાંવથી અમારૂં અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન થયેલું હતું પરંતુ રમખાણના કારણે યાત્રાળુઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. કેટલાક યાત્રાળુઓએ તો ભયના કારણે યાત્રા પણ પડતી મૂકી હતી. જો કે આવા ભયના માહોલ વચ્ચે પણ અમે બાબા અમરનાથમાં અતૂટ શ્રદ્ધા રાખી કોઇપણ ભોગે બાબા અમરનાથના દર્શન કરવાનો નિર્ણય લીધો હતો.

10મી જુલાઇએ પહેલગાંવથી અમે અમારી બાબા અમરનાથના દર્શન માટેની યાત્રાની શરૂઆત કરી અને તે વિનાવિઘ્ને પૂર્ણ કરી હતી, ત્યારબાદ અન્ય ધામોની યાત્રા કરી 16 જુલાઇએ અમો સહીસલામત ઘરે આવી પહોંચ્યા હતા.

સેનાના જવાનોનો પૂરતો સાથ અને સહકાર મળ્યો

દિનેશઆહિરે યાત્રા અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે અમરનાથની યાત્રા માટે યાત્રાળુઓને સેનાના જવાનોનો પુરતો સાથ અને સહકાર મળતો હોવાના કારણે યાત્રા શક્ય બની રહી છે.કારણ કે સેનાના જવાનો ખડેપગે યાત્રાળુઓની સુરક્ષાની જવાબદારી નિભાવી રહયા છે.યાત્રા કરી પરત આવતા યાત્રાળુઓના વાહનોને પણ તેઓ 80 થી 90 કિ.મી.ના અંતર સુધી મૂકવા આવે છે.તેમણે સેનાના જવાનોની કામગિરી અંગે ભારે પ્રસંશા પણ કરી હતી.

યાત્રાથીપરત ફરેલા નવસારીના યુવકોની યાદી

અમરનાથયાત્રા કરી પરત આવેલા યુવાનોમાં અંકુર રાણા-નવસારી, કમલેશ પટેલ-નવસારી, કૌશલ શાહ-નવસારી, સુરેશ પટેલ- નવસારી, ધવલ પટેલ નવસારી, બ્રિજેશ ગાંધી-નવસારી, મિતેષ પટેલ-નવસારી, મનુ પટેલ-મોગાર, પ્રભાત આહિર-નવસારી, દિનેશ આહિર -એરૂ, દિપક પટેલ-નવસારી, અંકુર પટેલ-નવસારી, જીગ્નેશ પટેલ-નવસારી અને સતિષ પટેલ-નવસારીનો સમાવેશ થાય છે.

મોતનો ભય પણ આમની શ્રદ્ધા ડગાવી શક્યો નહીં

તમામ યુવકો હેમખેમ પરત ફરતાં પરિવારે રાહત અનુભવી

કાશ્મીરમાં પરિસ્થિતી વિકટ બનતા પરિવાર ચિંતાતૂર થયો હતો

કાશ્મીરમાં તંગ માહોલની વચ્ચે બાબા અમરનાથની યાત્રા પૂર્ણ કરી પરત આવેલા યુવાનો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો