નવસારીમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે
નવસારીઅને વિજલપોર બે શહેરોનો સંયુક્ત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંદાજે 35 કરોડ રૂપિયાના માતબર ખર્ચે બનાવવામાં આવશે. એસ.ટી.પી. વિરાવળ નજીકનાં ગધેવાન વિસ્તારમાં બનાવવામાં આવશે.
નવસારી શહેરનું ગંદુ પાણી પૂર્ણા નદીમાં ટ્રીટ કર્યા વિના સીધે સીધું પાઈપલાઈન મારફત વર્ષોથી છોડવામાં આવે છે. ગંદુ પાણી નદીમાં છોડાતા નદી પ્રદૂષિત થઈ રહી છે. અનેક શહેરોનું ગંદુ પાણી ટ્રીટ કર્યા વિના (શુદ્ધ કર્યા વિના) નદીમાં છોડાતા નદીઓ પ્રદૂષિત થતાં સુપ્રિમ કોર્ટે ગંદુ પાણી ટ્રીટ કરી નદીમાં છોડવાના દિશાનિર્દેશ આપ્યા છે. જેને લઈને નવસારીમાં પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની તજવીજ થોડા વરસો પહેલા આરંભાઈ હતી. સરકારમાં અંગેની દરખાસ્ત નવસારી પાલિકાએ કરી હતી. જેને લઈને નવસારી પાલિકાની ડ્રેનેજ યોજના સરકારે 66 કરોડ રૂપિયાની મંજૂર કરી હતી. તેમાં 35 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું મંજૂર કર્યું હતું.
એસટીપી મંજૂર કરતા પ્રથમ તો તેની જગ્યા બાબતે ગડમથલ ચાલી હતી. બાદમાં પૂર્ણા નદી નજીક વિરાવળ નજીકનાં ગધેવાન વિસ્તારમાં પાલિકાની જગ્યા હોય ત્યાં એસ.ટી.પી. પ્લાન્ટ બનાવવાનું નક્કી થયું છે. બીજું કે અગાઉ તો માત્ર નવસારી શહેરનો એસટીપી બનાવવાની યોજના હતી. જોકે, નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરની ડ્રેનેજ યોજના પણ સરકારે મંજૂર કરી હોય નવસારી અને વિજલપોર બંને શહેરનો સંયુક્ત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું પણ નિર્ધારિત થયું છે. બંને શહેરોની ડ્રેનેજ યોજનાનું કામ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (જીયુડીસી) મારફત થઈ રહ્યું છે અને એસટીપીનું કામ પણ જીયુડીસી મારફત થવાની શક્યતા છે.
નવસારીમાં જે એસટીપી મંજૂર થયો છે તે સાયકલીક એક્ટિવેટેડ પ્લજ ટેકનોલોજીનો બનશે. ટેકનોલોજીના એસટીપીમાં ગંદુ પાણી ટ્રીટ કરી નદીમાં છોડવામાં આવશે પરંતુ તે દુર્ગંધ મારશે નહીં. જેથી નજીકના રહીશોને તકલીફ પડશે નહીં એમ પાલિકાના સૂત્રો જણાવે છે.
નવસારી શહેરમાં ડ્રેનેજ યોજનાના બીજા ફેઇઝ બાદએસટીપીનું કામ થશે
^નવસારીશહેરમાં ડ્રેનેજ યોજનાનો બીજો ફેઈઝ શરૂ થશે અને ફેઈઝ બાદ એસટીપીનું કામ હાથમાં લેવાશે. એસટીપી નવસારી-વિજલપોરનો સંયુક્ત હશે. > રાજેશગાંધી, પાલિકાડ્રેનેજ અધિકારી
નવસારી અને વિજલપોર બંને શહેરોના ગંદુ ડ્રેનેજનું પાણી શુદ્ધ કર્યા વિના સીધેસીધા નદીમાં છોડવામાં આવે છે, જેથી પૂર્ણા નદીમાં પ્રદૂષણ વધ્યું છે. કોર્ટના દિશાનિર્દેશ છતાં ગંદુ પાણી નદીમાં સીધું છોડવામાં આવતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા નોટિસો આપવામાં આવે છે. છેલ્લા કેટલાક વરસોમાં અનેક નોટિસો જીપીસીબીએ નવસારી પાલિકા અને વિજલપોર પાલિકાને આપી છે. જોકે બંને પાલિકાના એસ.ટી.પી. હજુ સુધી બન્યા હોય, ગંદુ પાણી ટ્રીટ કર્યા વિના નદીમાં છોડવું પડે છે.
પ્રદૂષણ બોર્ડની પાલિકાને નોટિસો
નવસારી પાસે ગધેવાન નજીક પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું,કામ જીયુડીસી મારફત થઇ રહ્યું છે
નવસારી અને વિજલપોર એમ બે શહેરોનું ગંદુ પાણી ટ્રીટ કરી નદીમાં છોડવા સંયુક્ત એસ.ટી.પી. બનાવાશે