બૃહદ અનાવિલ સમાજની સાધારણ સભા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | બૃહદ અનાવિલ સમાજની 8 મી સાધારણ સભા અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ભવનમાં મળી હતી. સભા આરંભ વંદે માતરમ સમૂહગાનથી કરાયો. બૃહદ અનાવિલ સમાજનાં પ્રમુખ મુકેશ નાયક સભાજનોને આવકારી પોતાના સ્વાગત પ્રવચનમાં વીતેલાં વર્ષોની કામગીરી વર્ણવી બાદમાં આવનારા સમયમાં નવી રચાયેલી કારોબારીએ કરવાના કામોનો નિર્દેશ કર્યો હતો. મંત્રી પ્રશાંત દેસાઇએ ગત સભાની નોંધ રજૂ કરી. ખજાનચી શરદભાઇ દેસાઇએ વાર્ષિક આવક જાવક ખર્ચ હિસાબ અને આવનારા વર્ષ માટેનું બજેટ રજૂ કર્યું હતું. સંસ્થાની વેબસાઇટ www.bruhad anavil.org નું લોન્ચીંગ કરાશે. આગામી સમયમાં નવરાત્રી શિવાંજલિ ગરબાના આયોજનની તૈયારીની માહિતી જણાવાઈ હતી. સભામાં ઉપસ્થિત સભાજનો સમક્ષ ચૂંટણી અધિકારી મનુભાઇ નાયક 2018 થી 2022 સુધીની મુદત માટે બિનહરીફ થયેલાં 35 કારોબારી સભ્યોનાં નામોની જાહેરાત કરી જેને સભાજનોએ વધાવી લીધી હતી. સભાજનોની ખીચોખીચ ભરાયેલા સભાખંડમાં ઉપસ્થિત અનાવિલ જ્ઞાતિજનો પૈકી અજય દેસાઇ જય નાયક, સુભાષ દેસાઇ, વિનોદ દેસાઇ, પ્રા. જશુભાઇ નાયક તેમજ અન્ય સભ્યોએ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...