તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વાંસદા |નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કુમારશાળા વાંસદામાં પ્રવેશોત્સવ

વાંસદા |નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કુમારશાળા વાંસદામાં પ્રવેશોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કુમારશાળા વાંસદામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી વાંસદાના પ્રાંત અધિકારી ડી.એમ.દેસાઈ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં આંગણવાડીના 5 અને ધોરણ 1ના 33 કુમારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વાંસદા તાલુકાના મુખ્ય મથક વાંસદા ખાતે આવેલી કુમાર શાળા વાંસદામાં પ્રવેશોત્સવની ઉજવણી માટે ઉપસ્થિત વાંસદાના પ્રાંત અધિકારી ડી.એમ. દેસાઈ, શાળાના એસ.એમ.સી. અધ્યક્ષ લલીતભાઈ કુમાવત, શિક્ષણવિદ એડવોકેટ પ્રધ્યુમનસિંહ સોલંકી, નાયબ મામલતદાર વિજયભાઈ તથા શાળામાં પ્રવેશ લેનાર બાળકોના મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ તથા અગ્રણીઓને શાળાના આચાર્યા હિનાબેન જોષીએ આવકાર્યા હતા.

કુમારશાળા વાંસદામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...