તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા પાસે કામ લેવા આપણે નાના થવું પડે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાંપ્રવેશદ્વાર સમાન પૂર્ણાનદીને કિનારે કસ્બાપાર ગામે નાગેશ્વરી વિદ્યાપીઠમાં અંગ્રેજી માધ્યમની પ્લેગ્રુપ જુનીયરથી લઇને ધો.1થી 12 સુધીની છાત્રાલય સામેની શાળાનો આરંભ કરાયો છે.

શાળાના શુભારંભ પ્રસંગે પધારેલાં મહેમાનો જયંતીભાઇ પટેલ, નિવૃત્ત કેમ્પસ ડાયરેક્ટર ગુરૂકૂળ સૂપા ધીરૂભાઇ ગેવરીયા જલાલપોર (સરપંચ) રસીકભાઇ વિજયભાઇ ઉપાધ્યાય, ભૂષતભાઇ (કોર્પોરેટર) નેવીલભાઇ વાડીયા (આચાર્ય) તથા સંત મૂળદાસ બાપુનાં હસ્તે દીપપ્રાગટ્યથી શાળાનો આરંભ કરાયો હતો. સમારંભમાં મહેમાનોનું સ્વાગત અને આવકાર સંસ્થા નિયામક વિજયભાઇ ઉપાધ્યાયે કર્યુ હતુ.

પ્રસંગે રામમઢીના સંત મૂળદાસ બાપુ આશીર્વચન આપતાં જણાવ્યું કે બાળકોને પ્રત્યે પ્રેમ જાગશે સરસ્વતીનો ભરોસો કરીને શાળા શરૂ કરી છે.

પવનદેવ, જળદેવ આપણાથી મોટા છે. મોટા પાસે કામ લેવા આપણે નાનાં થવું પડે નિર્દોષ થવું પડે. બાળકોની ઉન્નતિ થાય એવી પ્રાર્થના નાગેશ્વરી જ્ઞાનની દેવી છે. અવરોધોમાંથી પાર કરે છે.

આસુરી તત્વ દૂર થાય દેખાતા નથી છતાં ઉપદ્રવ કરે છે. જયંતીભાઇ પટેલે અંગ્રેજી ભાષાની મહત્તા સમજાવતાં કહ્યું કે સંસ્કૃત આપણી મહત્વની ભાષા છે.પરંતુ વિશ્વસ્તરે અંગ્રેજી ભાષા જરૂરી છે.

કસ્બા ગામે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ

અન્ય સમાચારો પણ છે...