તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી

નવસારી પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંરાત્રિ દરમિયાન અને સવારે પડેલા વરસાદને પગલે નવસારી શહેરના વિસ્તારોમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થતા અને ગંદકીનું સામ્રાજ્ય ઉભુ થતા પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી. સ્વચ્છતાનો એવોર્ડ પ્રાપ્ત કરનાર નવસારી પાલિકાની કામગીરીને લઈ સામાજિક કાર્યકરે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તે બાબતનું ધ્યાન દોરી યોગ્ય કામગીરી કરવા અનુરોધ કર્યો છે.

નવસારીમાં ચોમાસુ બેઠાનો લોકોને અનુભવ થઈ રહ્યો છે પરંતુ વરસાદને પગલે શહેરમા ઠેર ઠેર પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય પણ લોકોના નજરે ચઢવા લાગ્યું છે. નગરપાલિકાએ તાજેતરમાં સ્વચ્છતાનો એવોર્ડ મેળવ્યો છે પરંતુ ચોમાસાને લઈ પ્રિમોન્સુન કામગીરીની પહેલા વરસાદે પોલ ખુલી ગઈ છે. પાલિકાના પાછળના ભાગે આવેલી શાકભાજી માર્કેટમાં પ્રસરેલી ગંદકીને જોતા લોકો અવાક રહી ગયા છે.

પ્લાસ્ટીકની કોથળી અને કચરાના ઢગલાઓથી ગંદકી વધી છે. શાકભાજી માર્કેટમાં ગંદકી ફેલાતા લોકો માટે ત્યાં પગપાળા જવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. બાબતને આવરી લઈ સેવા સંસ્થાના અધ્યક્ષ અને સામાજિક કાર્યકર કનુભાઈ સુખડીયાએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. એક તરફ સ્વચ્છતાનો એવોર્ડ મેળવવામાં પાલિકા સફળ રહી છે તો તેનાથી વિપરીત સ્વચ્છતા નવસારી પાલિકા ચોમાસાના પ્રારંભે નબળી પડી ગઈ છે. જેથી પ્રિમોન્સુન કામગીરી સામે પણ તેમણે લેખિત રજૂઆતમાં સવાલો ઉઠાવ્યા છે.

શુક્રવારે રાત્રે પડેલા વરસાદ બાદ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. નવસારી નગરપાલિકાના પાછળના ભાગે આવેલી શાકભજી માર્કેટમાં પ્રસરેલી ગંદકીજોતા સીઓને રજૂઆત કરવામાં આવી હતી.

પહેલા વરસાદે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, પાણીનો ભરાવો

અન્ય સમાચારો પણ છે...