આપણામાં સહનશક્તિ આવી જાય તો ક્રોધ આવે : ભરતભાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામજીમંદિર નવસારીમાં જલારામ કથા પ્રેમયજ્ઞ ચાલે છે. કથાના પાંચમા દિવસે કથાકાર ભરતભાઈ વ્યાસે આજે જણાવ્યું કે વિવેક કથા સત્સંગમાંથી મળે છે. શું જોવું, શું બોલવું, શું સાંભળવું વિવેક સત્સંગમાંથી મળે છે.

બાપુએ આજે સત્સંગનુ મહત્ત્વ સમજાવતા જણાવ્યું કે રામકૃપા વિના સત્સંગ સુલભ નથી. ઉચિત સમયે ઉચિત નિર્ણય લેવો તે વિવેક. વિવેક વિનાનો વિચાર વિનાશને પંથે લઈ જાય છે. જલારામબાપા પાસે બે વસ્તુ હતી. વિવેકપૂર્વકની સમજશક્તિ અને સહનશક્તિ હતી. ક્રોધને ગળે તે સાધુ. સહનશક્તિ આપણામાં આવી જાય તો ક્રોધ આવે. માનવીનું મન મોટામાં મોટુ તીર્થ છે. દાનથી ધનલક્ષ્મીમાં પરિવર્તન થાય છે. મનનો આહાર સત્સંગ છે. જેને સત્સંગ મળ્યો છે તેનુ મન નિર્મળ બને છે. સાધનોથી મહાન બની શકાય, સાધનાથી મહાન બની શકાય છે. બાપુએ આજે જલારામબાપાના જીવનના અનેક પરચા સંભળાવ્યા, જે સાંભળી શ્રોતાઓએ ધન્યતા અનુભવી હતી. નવસારીમાં ચાલી રહેલી જલારામ કથાની વિશિષ્ટતા છે કે કથામાં કોઈપણ પ્રકારે દાન લેવાતું નથી. કથામાં સત્યનારાયણની પૂજા યોજાઈ હતી. જેમાં 75 ભક્તોએ લાભ લીધો હતો.

જલારામ કથા દરમિયાન સત્યનારાયણની કથા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...