તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વલસાડ |વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતી પર તેના

વલસાડ |વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતી પર તેના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ |વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતી પર તેના વિસ્તારના એક બુટલેગર યુવાન અસ્લમ ઉર્ફે લાલિયો ઉસ્માન શેખે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. ત્યારે યુવતી તેના હાથમાં બચકું ભરી ઘરમાંથી બહાર નિકળી આવી હતી અને યુવાનના દુષ્કર્મના કૃત્યમાંથી બચી ગઇ હતી. ઘટના તેણીએ તેના પિતાને કરતાં તેના પિતાએ વલસાડ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. કંટ્રોલે ઘટનાની જાણ રૂરલ પોલીસને કરતાં રૂરલ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં તેમણે યુવતી અને ત્યારબાદ તેના પિતાનું નિવેદન પણ લીધું હતુ. ત્યારબાદ પોલીસે અસ્લમને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અસ્લમ ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે રોજ તેની તપાસમાં અનેક સ્થળોએ છાપા માર્યા હતા. દરમિયાન ગુરુવારે પોલીસને તે પોતાના ગામમાં છુપાયો હોવાની માહિતી મળતાં બાતમીના પગલે અસ્લમ ઉર્ફે લાલિયો ઉસ્માન શેખને તેના ગામમાંથી પકડી પાડ્યો હતો. પોલીસે તેની વિરૂદ્ઘ પોસ્કોની કલમ સાથે કાર્યવાહી કરી તેની અટકાયત કરી હતી. જાતિય સતામણીના કેસમાં પોલીસે તેના પર સતત વોચ રાખતાં આખરે લાલિયો ઝડપાઇ ગયો હતો. પોલીસે ગુરુવારે મોડી રાત સુધી તેની પુછતાછ કરી હતી અને જેમાં તેમનો જવાબ લઇ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને પછી નવસારી સબજેલમાં મોકલી આપ્યો હતો.

સગીર સાથે દુષ્કર્મ કરનારને નવસારી સબજેલમાં મોકલી અપાયો

અન્ય સમાચારો પણ છે...