તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • 26 11 હુમલાનો ભોગ બનનારના પરિવારો આજેય સહાયથી વંચિત

26/11 હુમલાનો ભોગ બનનારના પરિવારો આજેય સહાયથી વંચિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાં26/11ના રોજ મોટો આતંકી હુમલો મુંબઈમાં થયો હતો. ઘટનાને આઠ વર્ષે પણ લોકો ભુલ્યા નથી પરંતુ હુમલામાં સૌ પ્રથમ ભોગ બનનાર નવસારી જિલ્લાના ત્રણ માછીમાર પરિવારની કમનસીબી છે કે આઠ વર્ષે પણ શહીદ થયેલા માછીમારોના પરિવારને સરકારે પૂરતી સહાયથી વંચિત રાખ્યા છે.

પાકિસ્તાનથી દરિયાઈમાર્ગે આવીને નવસારી જિલ્લાના બોરસી-માછીવાડની કુબેર બોટનું અપહરણ કરીને માછીમારો બળવંત ટંડેલ, મુકેશ રાઠોડ અને નટુ રાઠોડને મોતને ઘાટ ઉતારી દરિયામાં ફેંકી દીધા હતા. શહીદ થયેલા બોરસી માછીવાડના 3 માછીમારો મૃત હોવા છતાં સરકાર માનવા તૈયાર નથી અને તંત્ર મૃતક અંગેનું પ્રમાણપત્ર આપી શકી નથી. 8 વર્ષ વિતી ગયા બાદ પણ ગરીબ પરિવારને ન્યાય મળ્યો નથી.

15 દિવસે આંટા મરાવ્યા કરે છે

^મારોપતિ માછીમારી કરવા ગયો હતો, આઠ વર્ષથી તેનો પત્તો નથી મને કલેકટરમાં 15 દિવસે આંટા મરાવ્યા કરે છે અને કોઈ સહાય મળી નથી. મારા નાના બાળકો પણ પુછે છે કે બધા આવ્યા અમારા પપ્પા કયારે આવશે ? >ધર્મિષ્ઠાબેન રાઠોડ,મૃતકમુકેશભાઈ રાઠોડની પત્ની

લોકોની મદદથી નવસારી આવંુ છું

^મારોદીકરો પણ ગયો. મારો કોઈ આધાર નથી. મારાથી ઓફિસોમાં ચઢાતુ નથી અને લોકોની મદદથી નવસારી સુધી આવુ છું. > લક્ષ્મીબેનરાઠોડ, મૃતકમુકેશ રાઠોડ માતા

કચેરીઓમાં દોડી-દોડી થાકી ગઇ છું

^મારાદીકરો ગયોને આઠ વર્ષ વિતી ગયા છે છતાં કોઈ સહાય મળી નથી અમે એકલા પડી ગયા છે. કચેરીઓમાં દોડી દોડીને થાકી ગઈ છું અને હવે મારી પાસે નવસારી જવા માટે બસ ભાડાનાં પણ રૂપિયા પૂરતા નથી અમને પૂરતી સહાય સરકારે આપી નથી અમારે જવું તો ક્યાં જવું? >ગુલબીબેન રાઠોડ,મૃતકનટુભાઈ રાઠોડની માતા

આતંકવાદીઓએ માછીમારોને મારી મધદરિયે ફેંકી દીધા હતા

ઘટનાને આઠ વર્ષ થવા છતાં પરિવારને ધક્કા ખાવાનો વારો

અન્ય સમાચારો પણ છે...