આંબાના વૃક્ષમાં નવીનીકરણ કરવું હિતાવહ છે ખરું?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશ્ન : આંબામાંનવિનીકરણ ક્યારે કરવું હિતાવહ છે ?

જવાબ: દરવર્ષે આંબા પરથી કેરીનો ઉતાર કર્યા બાદ ઘણાં ખેડૂતો એમ રહેવા દે છે, જેને પરિણામે ખેડૂતોને બીજા વર્ષે ઓછો ઉતાર મળે છે અને કેરીની ઉપજ ઓછી મળતાં આવક પણ ઘણી ઓછી થાય છે. આથી મોટાભાગે કેરી ઉતાર્યા બાદ તરત નવિનીકરણ કરવું ઘણું સારુ ગણાય છે, પરંતુ ચોમાસાની ઋતુ દરમિયાન રોગ અને જીવાતનું નિયંત્રણ કરવામાં ઘણી મુશ્કેલી આવે છે અને આંબા માટે પૂરતું ધ્યાન પણ રખાતું નથી એટલે ચોમાસુ પૂર્ણ થયા બાદ ઓકટોબર-નવેમ્બરમાં નવિનીકરણ કરવું હિતાવહ છે, જેના કારણે બીજા વર્ષે આંબા પર કેરીનો ઉતાર સારો આવી શકે.

તજજ્ઞ: ડો. સાગર જે. પટેલ અને ડો. બી.એમ. ટંડેલ, સહપ્રાધ્યાપક, અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય ન.કૃ.યુ.

કિરણ પટેલ, અડદા ગામ, નવસારી

ખેડૂતોના પ્રશ્નો

અન્ય સમાચારો પણ છે...