તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ફ્રેન્ડને ત્યાં જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ યુવતી ગુમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રેન્ડને ત્યાં જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ યુવતી ગુમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજલપોરમાંશ્યામનગરમાં રહેતી 22 વર્ષીય યુવતીના ઘરેથી ફ્રેન્ડની મળવા જવાનું કહીને નીકળી ગયા બાદ પરત નહીં આવતા તેના પરિવારજનોએ દીકરી ગુમ થયાની જલાલપોર પોલીસ મથકમાં જાણ કરી છે. પોલીસે તેની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

શ્યામનગરમાં સેવન્થ ડે સ્કૂલ પાસે રહેતી રોશનીબેન ટંડેલ (ઉ.વ. 22) સવારે 11.30 કલાકની આસપાસ તેના દાદીને ફ્રેન્ડના ઘરે જાઉ છું તેમ કહીને નીકળી હતી પરંતુ તે પરત ફરી હતી. આથી તેના પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. જોકે તેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો નહીં લાગતા આખરે ગુમ થનારના પિતાએ ઘટનાની જલાલપોર પોલીસ મથકમાં જાણ કરી હતી. જેની પોલીસે નોંધ લઈ તપાસ હાથ ધરી છે. ઘરેથી ફ્રેન્ડને ત્યાં જવાનુ કહીને ગુમ થયેલી રોશની ટંડેલ શરીરે મધ્યમ બાંધાની અને ઘઉંવર્ણ રંગ ધરાવે છે. તેની ઉંચાઈ 5 ફૂટ છે. તેણે શરીરે ગુલાબી કલરનો ડિઝાઈનવાળો પંજાબી ડ્રેસ પહેર્યો છે. તે હિન્દી અને ગુજરાતી જાણે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો