નવસારી ઉત્કર્ષ મંડળની સભા મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં ઉત્કર્ષ મંડળએ સ્વૈચ્છિક સંગઠન છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. સમાજ સેવાનાં વિવિધ કાર્યો જેવાં કે જૂનાં વસ્ત્રો એકત્ર કરી અલ્પવિકસીત વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા, વિદ્યાર્થીઓને શિક્ષણ ફી સહાય, નોટબુકનું રાહતદરે વિતરણ, વિવિધ રોગો માટે, ફ્રી મેડીકલ કેમ્પ, મફત દવા અને રાહતદરે સારવાર, નવસારી સબજેલમાં રહેલા સજા ભોગવી રહેલા અટકાયતીઓને માનસિક સુધારણા માટે કથા, સંગીત કાર્યક્રમો હાથ ધરાયેલ છે. ઉત્કર્ષ મંડળની મળેલી આ માસની સભામાં પ્રમુખ હરેશ વશીએ સહુને આવકારી ઉત્કર્ષ મંડળના કાર્યને વેગવાન બનાવવા દાતાઓ કાર્યકરોને અપીલ કરી હતી. સભામાં ગાયક બી.કે.દવે, દિનેશ મિસ્ત્રી, પ્રવિણભાઇ, સુશીલા નાયક, વિક્રમભાઇ, ઉષા દવે, પોતાના વિચારો રજૂ કર્યા. ઉત્કર્ષ મંડળ દ્વારા 15 મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિને સવારે 9.30 થી 11.30 બી.કે.દવેના ગીતોનો કાર્યક્રમ નવસારી સબજેલમાં યોજાશે. નવસારીના શ્રમજીવી વ્યક્તિને ઉત્કર્ષ મંડળ દ્વારા રોજગારીમાં સહાયરૂપ થવા માટે હાથલારી બનાવી આપવામાં આવી હતી.નવસારી શહેર વિસ્તારમાં આવેલી અન્ય હોસ્પિટલમાં કીડનીના દર્દીઓને ડાયાલીસીસ કરવામાં આવે છે. જે દર્દીઓને શારિરીક તેમજ આર્થિક રીતે યાતના ભોગવે છે તેમને મદદરૂપ થવા માટે ઉત્કર્ષ મંડળે હાલમાં એક વર્ષનો પ્રોજેક્ટ બનાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...