નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ જીવના સાચા મિત્રો છે. જ્યારે વિપત્તીમાં બધા તમારો દરવાજો છોડી જાય ત્યારે જે તમારી પાસે આવે ને તમારી પડખે ઉભો રહે તે જ સાચો મિત્ર. આજે વિશ્વ ફ્રેન્ડશીપ ડે ઉજવાય રહ્યો છે. વિવિધતામાં એક્તા હિંદુ ધર્મ ની અનોખી દેન છે. આપણી હિન્દુ સંસ્કૃતિ વિશ્વમાં અલૌકિક છે. હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા અદ્ધિતીય બેનમૂન છે. ઉપરોક્ત શબ્દો પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ કીર્તન ભક્તિ અંતર્ગત ઉચ્ચાર્યા હતા. પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ સુમધુર કંઠે અને બુલંદ અવાજે સતત બે કલાક સુધી વિવિધ શાસ્ત્રીય રાગોમાં હિંડોળા પર્વ નિમિત્તે નંદ સંતો રચિત સુંદર પદો કીર્તનો રજૂ કર્યા હતા. હેત-પ્રીત દર્શાવતું પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન ‘સાથીડા તારો નેહ નિભાવના’ રજૂ કરી ભગવાન અને સંત સૌને નિર્વ્યાજ સ્નેહ આપે છે તેની પ્રતિતી કરાવી હતી. હિંડોળા પર્વ નિમિત્તે બ્રહ્માનંદ સ્વામી રચિત કૃતિ આવો ઘનશ્યામ ઝૂલાવું રે હિંડોળા નામે રજૂ કરી હતી. બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં BAPS ને પ્રસરાવવા આયખું સમર્પિત કરી દીધું હતુ.

અન્ય સમાચારો પણ છે...