તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • સાંઈગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સબજેલમાં ભાગવત કથા યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંઈગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સબજેલમાં ભાગવત કથા યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીનીસબજેલમાં આશ્રિત બંદીવાનોમાં આધ્યાત્મિક ભાવના પ્રગટે અને સત્કર્મ કરવાની પ્રેરણા મળે તે હેતુથી સાંઈગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા મહેશભાઈ રૂપારેલીયાના સૌજન્યથી 19મી માર્ચે ભાગત સપ્તાહનું આયોજન કર્યુ છે.

જેલમાં રહેતા બંદીવાનોના જીવનમાં સુધારો આવે તેમની માનસિક વૃત્તિ બદલાય તે હેતુથી કરેલા ભાગવત સપ્તાહના આયોજનમાં કથાકાર ભરતભાઈ વ્યાસ પોતાની અમૃતવાણીથી આધ્યાત્મિક જ્ઞાન પીરસશે. કથાના પ્રારંભ ટાણે જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા, મહેશભાઈ રૂપારેલીયા, મહેશ વ્યાસ, દેવેશ્વર મહાદેવ મંદિરના મહંત શામુભાઈ મહારાજ, વિરવાડી હનુમાનજી મંદિરના મહંત ગોકુલદાસ દેવમોરારી, મગનભાઈ રૂપારેલીયા વિશેષ ઉપસ્થિત રહેશે. કથા 19મીથી 25મી સુધી બપોરે 3થી 6 કલાક દરમિયાન યોજાશે. કથા માટે જેલર દેસાઈએ વિશેષ સહયોગ આપ્યો છે. પ્રસંગે જેલના બંદીવાનોને રોટલી બનાવવા માટે લોટ બાંધવાનું મશીન મહેશભાઈ રૂપારેલીયા તરફથી ભેટ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો