તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • મંદિર ગામે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબ્રામા ટીમ ચેમ્પિયન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંદિર ગામે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબ્રામા ટીમ ચેમ્પિયન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જલાલપોરતાલુકાના મંદિર ગામે યોજાયેલી 8 વિકેટ ટેનિસ ટુર્નામેન્ટમાં અબ્રામા ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે નવસારી ટીમ રનર્સઅપ બની હતી.

મંદિર ગામ દ્વારા આયોજિત 8 વિકેટ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજુબાજુના ગામો તથા નવસારી જેવા શહેરની પણ મોટી સંખ્યામાં ટીમોએ ભાગ લીધો હતો. નિર્ધારિત 5 ઓવરની ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચ અબ્રામા તથા નવસારી ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં અબ્રામાની ટીમે નિર્ધારિત 5 ઓવરમાં 49 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નવસારીની ટીમ 5 ઓવરમાં 45 રન બનાવી શકી હતી. આમ અબ્રામાની ટીમ ચેમ્પિયન બની હતી. અબ્રામા ટીમના ચિંતન પટેલ મેન ઓફ સિરિઝ અને અમીત પટેલને મેન ઓફ મેચ ઘોષિત કરાયા હતા. અબ્રામાની ટીમને મહેમાનોના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી.

ક્રિકેટ ટુર્ના.માં વિજેતા અબ્રામા ટીમના ખેલાડીઓ. તસવીર- નિલેશ પટેલ

નવસારી સહિત આસપાસનાં ગામોની ટીમે ટુર્નામેન્ટમાં ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો