તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • વિજ્ઞાન ટેક્નોલોજી વિષયના 447 વિદ્યાર્થીઓ ગેરહાજર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજ્ઞાન - ટેક્નોલોજી વિષયના 447 વિદ્યાર્થીઓ ગેરહાજર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીમાંબોર્ડની પરીક્ષા દરમિયાન એસએસસી અને એચએસસી મળી કુલ 593 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર નોધાયા હતા. જેમાં સૌથી વધુ ધો. 10મા વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં 447 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષામાં આજે ધો. 10માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું પ્રશ્નપત્ર હતું. જેમાં કુલ 24601 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિદ્યાર્થીઓ પૈકી 24154 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જ્યારે 447 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો. 12મા સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 4150માથી 4094 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, 56 ગેરહાજર રહ્યા હતા.

વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનમાં કુલ 5302 વિદ્યાર્થીઓમાંથી 5212 વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા હતા. 90 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજે દિવસ દરમિયાન પરીક્ષામાં ચોરી કે ગેરરીતિનો એકપણ કિસ્સો નોંધાયો હતો પરંતુ વિદ્યાર્થીઓની ગેરહાજરી આજે શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો