તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરભોણના લેન્ડલાઈન ફોન છેલ્લા બે મહિનાથી બંધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતસંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ના આળસુ અધિકારીઓ અને કર્મચારીઓને કારણે સરભોણ વિસ્તારના લેન્ડલાઇન ટેલિફોન અને ઇન્ટરનેટ સેવા ફરીથી શરૂ થઈ શકી નથી. રોડની કામગીરી ચાલતી હોય વાયરો કપાય જવાથી છેલ્લા બે મહિનાથી વિસ્તારમાં બીએસએનએલની સંદેશાવ્યવહારની સેવા ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે હજારો ગ્રાહકોને ભારે હાલાકી વેઠવાની સાથે સાથે બેંકિંગ સેવાને પણ અસર થઈ રહી છે.

બારડોલી નવસારી રોડને પહોળો કરવા માટે જાન્યુઆરી માસમાં કામ પ્રારંભ થતાંની સાથે બીએસએનએલ દ્વારા જમીનમાં નાંખવામાં આવેલ વાયરો કપાય જતાં સમગ્ર વિસ્તારમાં ટેલિફોન અને ઇન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ હતી. વિસ્તારના ભૂવાસણ, વડોલી, પારડી, નોગામા, તરભોણ અને વાઘેચ સહિતના ગામોમાં બે મહિનાથી ટેલિફોન અને ઇન્ટરનેટ ચાલતું હોય લોકોની મુશ્કેલી વધી ગઈ છે. બીએસએનએલના કર્મચારીઓ દ્વારા ભૂતકાળમાં જમીનમાં યોગ્ય ઊંડાઈમાં વાયર નાંખવામાં આવ્યા હોવાથી પરિસ્થિતી વારંવાર સર્જાય રહી છે. વર્ષ 2010માં જ્યારે રોડના નવીનીકરણના કામ માટે ખોદકામ કરવામાં આવેલ ત્યારે પણ કેબલો કપાય ગયા હતા. જેને કારણે વિસ્તારના ટેલિફોન લગભગ ત્રણ વર્ષ સુધી બંધ રહ્યા હતા. જો કે અનેક રજૂઆત બાદ સેવા પૂર્વવત થઈ શકી હતી. દરમિયાન હવે ફરી રોડનું કામ શરૂ થતાંની સાથે ફોન અને ઇન્ટરનેટ સુવિધા બંધ થઈ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો