તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ઉનાઈ ખાતે અવેરનેસ શિબિરમાં 313 દર્દીઓએ સારવાર કરાવી

ઉનાઈ ખાતે અવેરનેસ શિબિરમાં 313 દર્દીઓએ સારવાર કરાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈખાતે નિયામક ભારતીય તબીબ હોમિયોપેથી પદ્ધતિની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત નવસારી દ્વારા પ્રેરિત વાંગણ સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા આયુષ અવેરનેસ શિબિર યોજાયો હતો. શિબિરનો 313 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

ઉનાઈ નગર ખાતે વાંસદા તાલુકાના વાંગણ સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા આયોજિત આયુષ અવેરનેસ સર્વરોગ નિદાન શિબિરનું ઉદઘાટન ઉનાઈના મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યેશ પટેલ તથા વૈદરાજ દ્વારા કરાયું હતું. વાંગણ આયુર્વેદ દવાખાનાના ડૉ. દૃષ્ટિ પટેલે ઉપસ્થિત લોકોને આયુર્વેદનું મહત્વ સમજાવ્યું હતું. આયુર્વેદ પુરાતન કાળથી વૈદોની સેવાથી રોગોનું નિદાન કરવામાં આવતું હોવાથી આજે પણ પદ્ધતિનો લાભ લેવા હાકલ કરાઈ હતી. આયુષ અવેરનેસ શિબિરમાં ઉનાઈ તથા તેની આજુબાજુના ગામોના 313 દર્દીઓએ તપાસ કરાવી ફ્રીમાં દવાનો લાભ લીધો હતો. જેમાં વૈદરાજ તથા વાંગણ આયુર્વેદ મેડિકલ ઓફિસર દૃષ્ટિ પટેલ, ભીનાર આયુર્વેદ મેડિકલ ઓફિસર ડૉ. માલતી પટેલ, ચાપલધરા આયુર્વેદ મેડિકલ ઓફિસર અર્ચના પટેલ તથા સ્ટાફ દ્વારા સેવા બજાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાંગણ આયુર્વેદ મેડિકલ ઓફિસર ડૉ. દૃષ્ટિ પટેલ દ્વારા કરાયું હતું.

ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીના સહયોગથી કેમ્પ યોજાયો

ઉનાઇ તથા આસપાસના ગામના લોકોએ કેમ્પનો લાભ લીધો

આયુર્વેદ કેમ્પમાં દર્દીની તપાસ કરતા આયુર્વેદિક મેડિકલ ઓફિસરો.

અન્ય સમાચારો પણ છે...