તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • કાંઠા વિભાગ ફ્રેન્ડશિપ ટ્રસ્ટ દ્વારા ફળના રોપાનું વિતરણ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંઠા વિભાગ ફ્રેન્ડશિપ ટ્રસ્ટ દ્વારા ફળના રોપાનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વધતીજતી વસ્તી અને પૃથ્વી ઉપર વધી રહેલ વસતિ દબાણથી પૃથ્વી ઉપરના પાંચ તત્વો અસમતોલ બનતાં હવામાનમાં જબરદસ્ત બદલાવ આપણે જોઇ રહ્યા છે.બદલાતા જતા હવામાનથી પૃથ્વી ઉપરનું ગ્રીન આવરણ બાયોસીલ તૂટી રહયું છે. આવા સજોગોમાં કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા કાંઠા વિસ્તારમાં ફળઝાંડ રોપાઓનું વિતરણ કરી બહેનો દ્વારા અપાયેલ રોપાનું સારી રીતે જતન થતા જોઇ ચાલુ વર્ષે પણ ફળઝાડ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કૃષિ યુનિવર્સિટીના પૂર્વ આચાર્ય ડૉ .સી.એલ.પટેલની ઉપસ્થિતિ અને વિશાળ બહેનોની હાજરીમાં ફળઝાડ રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ ડૉ.રમણભાઇ પટેલ તથા આચાર્ય ડૉ.સી.એલ.પટેલે હવામાનમાં આવી રહેલા ફેરફારને સમજાવી પૃથ્વી ઉપરના ગ્રીન આવરણને બચાવવાની સમજ આપી ગ્રામ્ય બહેનોને નાળિયેરી, લીબુ સીતાફળ, દાડમ અને જામફળના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આપેલા રોપાઓને કેવી રીતે રોપવા અને તેનો કેવી રીતે ઉછેર કરવો તે અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન આપી બહેનોને ઘરના સ્વજનોની યાદમાં આપેલા રોપાને રોપી તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો.

કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા ફળઝાડ રોપા વિતરણ કરાયું હતું.

રોપાનું જતન કઇ રીતે કરવું તે અંગે માર્ગદર્શન પણ અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો