નવસારીમાં બાઇક સામસામે આવી જતાં એકને માર મરાયો

ઘટનાના બે દિવસ બાદ એકે ફરિયાદ નોંધાવી

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:31 AM
Navsari News - latest navsari news 033144
નવસારીના ગોલવાડ પાસે બાઈક સામસામે આવી જતા તેની અદાવત રાખીને એકને ત્રણ ઈસમોએ માર મારતા ટાઉન પોલીસ મથકે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી.

કહારવાડ બજાર પોલીસચોકી સામે મોહસીન હાઉસ ખાતે રહેતા મોહસીન ગીલીટવાલા બે દિવસ પહેલા બાઈક લઈને ગોલવાડ પાસેથી પસાર થતા હતા. એ વખતે તૌસીફ સૈયદ બાઈક પર સોહેલ સૈયદ તથા નસરૂલ્લા પઠાણ જતા હતા ત્યારે બંનેની બાઈક સામસામે આવી અથડાતા બોલાચાલી થઈ હતી. બાદમાં ત્રીપલ સીટ આવેલા યુવાનો પૈકી નસરૂલ્લા પઠાણે મોહસીનને પકડી રાખ્યો હતો અને તૌસીફ અને સોહેલ બંને ભાઈઓએ મળીને જાહેરમાં માર મારવા લાગ્યા હતા અને હવે પછી મળ્યો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટનાના બે દિવસ પછી મોહસીનએ હુમલો કરનારા તૌસીફ, સોહેલ તથા નસરૂલ્લા વિરૂદ્ધ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

X
Navsari News - latest navsari news 033144
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App