વિજલપોરના આરસીસી માર્ગ તૂટતાં કોન્ટ્રાકટરને નોટિસ અપાઈ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:31 AM IST
Navsari News - latest navsari news 033137
વિજલપોરમા આશાપુરી માર્ગનું કામ કરનાર કોન્ટ્રાકટરને પાલિકાએ નોટિસ ફટકારી છે. માર્ગના લેવલિંગ તથા બાકી કામગીરી બાબતે નોટીસ અપાઈ છે.

આશાપુરી મંદિરથી સરદાર ચોક સુધીનો આરસીસી માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. આ માર્ગ એક બાજુનો ચોમાસા અગાઉ બનાવાયો હતો, જ્યારે બીજી તરફનો હજુ બાકી છે. એક તરફનો માર્ગ બનાવ્યાને 4-6 મહિના જ થયા ત્યાં ગાબડા પડી રહ્યા છે. બીજુ કે માર્ગના લેવલિંગની કામગીરી તથા દિવાળી બાદ બાકી કામગીરી શરૂ કરાઇ નથી. દરમિયાન પાલિકાએ રોડની કામગીરી કરનાર કોન્ટ્રાકટ એચ.એલ.સાપરીયાને નોટીસ આપી હોવાની જાણકારી મળી છે. નોટીસમાં જણાવ્યું છે કે જે રોડ બનાવાયો છે તેમાં યોગ્ય લેવલિંગ થયું નથી. કામગીરી બાકી છે તે કરવા વારંવાર જાણ કરવા છતાં શરૂ કરેલો નથી તેથી નોટીસ મળ્યે લેવલિંગની તથા બાકી કામગીરી શરૂ કરવા તાકિદ કરી છે.

X
Navsari News - latest navsari news 033137
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી