નવસારી જિલ્લાના 28 ગામોમાંથી પસાર થનારી બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન પ્રક્રિયા સરકારી તંત્રએ શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયા અંતર્ગત જમીન માપણીની કામગીરી કેટલાક દિવસોથી કરાઈ રહી છે. આ કામગીરીના શરૂઆતમાં અનેક ગામોમાં માપણીનો વિરોધ કરાયો હતો. બાદમાં તંત્રને કુલ 28માંથી 23 ગામોમાં માપણી કરવામાં સફળતા મળી હતી. જોકે અગાઉ ભારે વિરોધ થયો હતો એ પાંચ ગામોમાં માપણી બાકી રહી હતી. જેની માપણી આજે 6 તારીખથી કરવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો.
આ જાહેરાત મુજબ બુલેટ ટ્રેનની એજન્સી, માપણી કરનારા સર્વેયરોની ટીમ નવસારી તાલુકાના પરથાણ ગામ સવારે પહોંચી હતી. જોકે પરથાણમાં હાજર અસરગ્રસ્ત ખેડૂતોએ માપણીનો વિરોધ કર્યો હતો. અસરગ્રસ્ત ખેડૂતોએ માપણી કરનારી ટીમને સવાલો મારો શરૂ કર્યો હતો. અસરગ્રસ્તોએ જમીનના વળતર, સંપાદન સિવાયની જમીન અંગેની નીતિ, રસ્તા, ફળાઉ વૃક્ષો, સિંચાઈ વગેરેના સવાલો કર્યા હતા. જેના સ્પષ્ટ જવાબો માપણીની ટીમ આપી શકી ન હતી. ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો કે સરકારે નીતિ જ સ્પષ્ટ કરી નથી, બીજુ કે આવેદનપત્રો જે અગાઉ આપ્યા હતા તેના જવાબ ...અનુ. પાના નં. 2
ગણદેવીના અસરગ્રસ્તો પરથાણ આવ્યા
આમ તો ગુરૂવારે પરથાણ ગામમાં જ જમીન માપણી થનાર હતી અને તેના અસરગ્રસ્ત ખેડૂતોને હાજર રહેવા જણાવાયું હતું પરંતુ ગણદેવી તાલુકાના પાથરી, કેસલી ગામના અસરગ્રસ્તો પણ પરથાણ આવ્યા હતા. આ ખેડૂતોએ તેમના ગામોમાં વાયદાઓ કરી માપણી તો કરી દેવાઈ પરંતુ મહિનામાં કંઈ જ થયું ન હોવાનું પરથાણના ખેડૂતોને જણાવ્યું હતું. તેઓએ પરથાણના અસરગ્રસ્તોને તેમની સાથે છેતરપિંડી કરાયાનું જણાવ્યું હતું.
પરથાણમાં માપણી ટીમ સાથે અસરગ્રસ્તો.
જીઈબીના પૈસા જાહેર તો ખેડૂતોના કેમ નહીં


આજે ‘જીકા’ની ટીમ આમડપોરમાં
નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેનની જમીન સંપાદનની પ્રક્રિયા સામે શરૂ થયેલા વિવાદના કારણે આ પ્રોજેકટ સાથે સંકળાયેલી મહત્ત્વની એજન્સી જીકા (જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી)ની ટીમ શુક્રવારે આમડપોર બપોરે 12.30 કલાકે આવી રહી છે. આમડપોરમાં અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક રખાઈ છે. જેમાં અસરગ્રસ્તોના જે પ્રશ્નો છે, રજૂઆતો છે તે સાંભળશે.