ચકલીના ચણ માટેનાં 200 સાધનોનું વિવિધ સ્થળોએ વિનામૂલ્યે વિતરણ કરાયું

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:31 AM IST
Navsari News - latest navsari news 033128
નવસારી | વિજલપોરના હનુમંત સેવા ટ્રસ્ટ સમાજમાં વિવિધ ઉપયોગી પ્રવૃત્તિ કરી રહેલું ટ્રસ્ટ છે. મોરારિબાપુના આશીર્વાદથી રચાયેલા ટ્રસ્ટે સૈન્યમાં શહીદ થયેલા ગુજરાતના 10 પરિવારોને રૂ. 1 લાખની સહાય માટે માનસ પુષ્પાંજલી રામકથા યોજી હતી. હનુમંત સેવા ટ્રસ્ટ ગરીબ દર્દીઓને દવા, ફળ, દૂધનું વિતરણ કરે છે. પ્રકૃતિમાં ચકલીની સંખ્યા વધે અને પર્યાવરણ જળવાય રહે તે માટે ટ્રસ્ટ તરફથી મનસુખ પરમાર, કિશોર, સતીષભાઈ, સંજય રબારી, મુકેશભાઈ, અમરસિંહભાઈ વગેરે ગુરૂવારે વિજલપોર વિસ્તારમાં જાહેર સ્થળો, મંદિર, શાળા, સોસાયટીમાં જઈને ચકલીઓ માટે ખાસ બનાવેલા ચણ મૂકવા માટેના પ્લાસ્ટિકના સાધન 200 જેટલી સંખ્યામાં વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. ગુજરાતના 10 પરિવારોને રૂ. 1 લાખની સહાય માટે માનસ પુષ્પાંજલી રામકથા યોજી હતી. હનુમંત સેવા ટ્રસ્ટ દર્દીઓને દવા, ફળ, દૂધનું વિતરણ કરે છે.

X
Navsari News - latest navsari news 033128
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી