નવસારીના બાળવૈજ્ઞાનિકો રાજ્યકક્ષાની પરિષદમાં ઝળક્યા

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:31 AM IST
Navsari News - latest navsari news 033122
નવસારી | ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી એનસીએસટી નેટવર્ક દ્વારા આ બાળવિજ્ઞાન પરિષદનું આખા ભારતમાં આયોજન કરવામા આવે છે. ચાલુ વર્ષનો મુખ્ય વિષય સ્વચ્છ હરિયાળુ અને સ્વસ્થ રાષ્ટ્ર માટે વિજ્ઞાન ટેકનોલોજી અને નવિનીકરણ અને તેના પાંચ પેટાવિષયો ઉપર વિદ્યાર્થીઓએ પ્રોજેકટ તૈયાર કર્યા હતા. જેનું જિલ્લા કક્ષાની પ્રસ્તુતિકરણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જિલ્લા કક્ષાએ 10 પ્રોજેકટની પસંદગી થઈ હતી. પસંદગી પામેલા સંશોધકોએ પ્રોજેકટ કો-ઓર્ડિનેટર મિહિરભાઈના માર્ગદર્શન હેઠળ 2 અને 3 ડિસેમ્બરે ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં જુદા જુદા જિલ્લાના કુલ 330 સંશોધકો દ્વારા પ્રોજેકટનું પ્રસ્તુતિકરણ થયું હતું. જેપૈકી 26 બેસ્ટ પ્રોજેકટ રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામ્યા હતા. જેમાં નવસારી જિલ્લામાંથી ચાર પ્રોજેકટ પૈકી સર જે.જે. સ્કૂલની વૃંદા તેમજ ક્ષમા, વિદ્યાકુંજ સ્કૂલની પવિત્રા અને શેઠ આર.જે.જે. સ્કૂલનો રૂચિતની પસંદગી થઈ હતી. જે આગામી 3થી 7 જાન્યુઆરીએ પંજાબના જલંધર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની પરિષદમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં જુદા જુદા જિલ્લાના કુલ 330 સંશોધકો દ્વારા પ્રોજેકટનું પ્રસ્તુતિકરણ થયું હતું. જિલ્લા કક્ષાએ 10 પ્રોજેકટની પસંદગી થઈ હતી. નવસારી જિલ્લામાંથી ચાર પ્રોજેકટ પૈકી સર જે.જે. સ્કૂલની વૃંદા તેમજ ક્ષમા, વિદ્યાકુંજ સ્કૂલની પવિત્રા અને શેઠ આર.જે.જે. સ્કૂલનો રૂચિતની પસંદગી થઈ હતી.

X
Navsari News - latest navsari news 033122
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી