નવસારી ખાતે એઇડ્‍સ રોગ અંગે જનજાગૃતિ માટે રેલી યોજાઈ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:31 AM IST
Navsari News - latest navsari news 033119
નવસારી | એઇડ્‍સ રોગ સામે જનજાગૃતિ કેળવવા માટે રેડક્રોસ સોસાયટી નવસારી -જુનિયર રેડક્રોસના દ્વારા વિશ્વ એઇડ્‍સ દિવસ 1લી ડિસેમ્બર અન્‍વયે યુવા રેલી યોજાઇ હતી. આ રેલીના સમાપન સમારોહ સરદાર પટેલ વિદ્યાભવનમાં યોજાયો હતો. ધારાસભ્‍ય પિયુષભાઇ દેસાઇ, પાલિકા પ્રમુખ કાંતિભાઇ પટેલ, ડી.એચ.ઓ. ડૉ.ડી.એમ.ભાવસારે લીલી ઝંડી આપી રેડક્રોસ ભવનથી પ્રસ્‍થાન કરાવ્યું હતું. નવસારીના પદાધિકારીઓ કેરસી દેબુ, તુષાર દેસાઇ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના તબીબો ડૉ. સુજીત પરમાર, ડૉ. બી. એન. વણકર, ડૉ. ધવ મહેતા, રાજુ ગામીત વગેરે રેલીમાં જોડાયા હતા. ચેરમેન ડૉ. અતુલ દેસાઇએ એઇડ્‍સ રોગની પ્રાથમિક માહિતી આપી ઉમેર્યુ હતું કે, એશિયાઇ દેશોમાં ભારતમાં એઇડ્‍સના ચેપનો પ્રભાવ વિશેષ છે. નવસારી જિલ્લામાં જનજાગૃતિ અભિયાનો, તબીબી આયોજનોને કારણે એઇડ્‍સ રોગને 4 ટકાથી ઘટાડી 036 ઉપર સગર્ભા બહેનોમાં 1 ટકા હતો તે ઘટાડીને 0.4 ઉપર લાવવામાં આવ્યો છે. પ્રા. જશુભાઇ નાયકે રેલીનું સંચાલન અને સભાનું સંચાલન કર્યુ હતું.

X
Navsari News - latest navsari news 033119
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી