રામ મંદિર મુદ્દે વટહુકમ લાવવા વડાપ્રધાનને પત્ર

નવસારી | આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય બજરંગ દળના નવસારી જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ રાકેશ શર્મા, જિલ્લા...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:31 AM
Navsari News - latest navsari news 033110
નવસારી | આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય બજરંગ દળના નવસારી જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ રાકેશ શર્મા, જિલ્લા અધ્યક્ષ કિશોર કબાટવાળા, વિજલપોર પ્રમુખ સોમેશ ભરવાડ, જિલ્લા મંત્રી પરેશ સોની, સંગઠન મંત્રી જતીન જોષી, રમેશ વરકાલ સહિત કાર્યકરોએ ગુરૂવારે સંસદમાં અધ્યાદેશ લાવી કાનૂન બનાવી રામમંદિર નિર્માણ થાય તે માટે વડાપ્રધાનને પત્ર નવસારી કલેકટરને આપ્યો હતો. વર્ષોથી હિંદુ સમાજ સંગઠનો તથા 100 કરોડ હિંદુઓની માગણી પડતર છે. સુપ્રિમ કોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે. ઘણો સમય વિતવા છતાં કાર્ય અધુરુ છે. હિંદુઓની ધીરજ ખુટી રહી છે. આ કાર્ય પૂર્ણ કરવા સંસદમાં શિયાળુ સત્રમાં અધ્યાદેશ લાવી કાનૂન બનાવી ભવ્ય રામમંદિરનું નિર્માણ થાય તેવી અપીલ કરી હતી. આ સાથે સાધુસંતોની ધર્મ સંસદમાં પણ આ જ વાતનું સમર્થન તથા ઠરાવ પસાર થયો છે તેથી અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે કાનૂન બનાવી 100 કરોડ હિંદુઓનું સ્વપ્ન પુરું કરવા વિનંતી કરી હતી.

X
Navsari News - latest navsari news 033110
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App