નવસારીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિ‌લે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. તેમની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, મહિ‌લા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સીતાબેન, જિલ્લા પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં 1લીથી 7મી ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.ડીડીઓ આર.જી.ગોહિ‌લે જણાવ્યું હતું કે, સગર્ભા માતાઓ કે ધાત્રી માતાઓએ કાળજી લેવી જોઇએ. પૂરક પોષણને લગતી અયોગ્ય ટેવોને લીધે બાળકનું આરોગ્ય અને વિકાસ અટકી શકે છે. સ્તનપાનથી બાળકોને રક્ષણ મળે છે. જી.એમ.સી. સુરતના આસી. પ્રોફેસર ડો.અંજલી મોદીએ કુપોષણ ગુજરાત માટે સમસ્યા શા માટે શિશુ અને બાળકોના સર્વોત્તમ પોષણનું મહત્ત્વ, સ્તનપાન પદ્ધતિ અને સમસ્યાઓ, વિશિષ્ઠ સંજોગોમાં સ્તનપાન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. સુજીત પરમારે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે ભલામણો, સ્તનપાન વિકલ્પો સંબધિત બંધારણીય કાયદો અને અને બાળ મિત્ર દવાખાનાની પહેલ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત વિસ્તૃત છણાવટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...