ભારતના રાજ મિસ્ત્રીની અમેરિકામાં મોટી સિદ્ધિ, સફળ બિઝનેસમેન

ચીખલીના દેગામના રાજ બી. મિસ્ત્રી જેઓ ટેક્સાસના એક નાનકડા શહેરમાં રહેતા હતા. રાજને ટેક્ષન ઓઇલ અને ગેસ ઉદ્યોગમાં...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:31 AM
Navsari News - latest navsari news 033107
ચીખલીના દેગામના રાજ બી. મિસ્ત્રી જેઓ ટેક્સાસના એક નાનકડા શહેરમાં રહેતા હતા. રાજને ટેક્ષન ઓઇલ અને ગેસ ઉદ્યોગમાં મહત્ત્વનું સ્થાન મળતાં તેઓ બિઝનેસ ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવી જોયું, અને 27 વર્ષની નાની વયે તેઓ લીંક્ષ રીસોર્સ પાટનરના સહસ્થાપક છે. જે ઓકલોહામાના અનાડર્કો બેસિનમાં તેલ અને ગેસના જમીન/ એકટીપાને એકત્રિત કરવા છેલ્લા બે વર્ષ પસાર કર્યા છે. ગયા વર્ષે લિક્ષે આશરે 30 મીલિયન ડોલરમાં 10000 એક્‍ર ઓઇલફિલ્ડ વેચ્યા હતા. ત્યારબાદ 15 હજાર એકર જમીનના નિર્માણ માટે તેઓએ ખાનગી ઇક્‍વિટી મૂડીમાં 100 મીલિયન ડોલર બનાવ્‍યા છે. મિસ્ત્રીએ સીટીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્‍યાં તેમણે ચેસપીક માટે મૂડી ઊભી કરવામાં મદદ કરી. આ કારણથી તેઓએ સીટીના પૂર્વ સાહસીક સ્થાપક વાઇલ્ટ કેટર ઓબે મેક્કલેન્ડોનનું ધ્યાન આકર્ષિત કરી શકયા. તેમણે અમેરિકન એનર્જી પાટનર્સને શરૂ કરવા માટે મિસ્ત્રીને પસંદ કર્યા હતા. જેમાં 2015માં મેક્કલેન્ડોનની મૃત્યુ પહેલાં પાંચ બિલિયન ડોલરની વધુ રકમ ઉભી કરી હતી.

X
Navsari News - latest navsari news 033107
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App