નવસારીમાં રૂરલ પોલીસની જગ્યા પર દબાણની ડિમોલિશન કાર્યવાહી

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:31 AM IST
Navsari News - latest navsari news 033104
નવસારી રૂરલ પોલીસ માટે સરકારે ફા‌ળવેલી જગ્યામાં દબાણ ઉભુ કરનારા 6-7 મકાનધારકોને રાત્રે પોલીસે ખાલી કરાવવાની તજવીજ આરંભતા ચર્ચાનો વિષય બન્યો હતો.

મળતી માહિતી મુજબ નવસારી રૂરલ પોલીસ મથક અગાઉ નવસારી શહેરમાં સિલોટવાડ વિસ્તારમાં હતું પરંતુ આ જગ્યા પાણીની ટાંકી માટે પાલિકાને અપાતા પોલીસ મથક છેલ્લા કેટલાક સમયથી આમડપોર ગામે કાર્યરત કરાયું હતું. રૂરલ પોલીસ મથક માટે સરકારે નવસારી શહેરમાં જ દશેરા ટેકરી નજીક જગ્યા ફાળવી હતી. જોકે આ જગ્યા ઉપર ઘણાં સમયથી પોલીસ મથકનું મકાન બનાવવાનું શરૂ કરાયું ન હતું. આ પોલીસ મથકની જગ્યામાં કેટલાક જણાંએ દબાણ કરી મકાન બનાવી દીધા હતા. હવે પોલીસને આ જગ્યા જરૂરી હોય દબાણ ખુલ્લા કરવા જરૂરી બન્યું હતું. આ દબાણ ખાલી કરાવવા પોલીસે અનેક વખત દબાણકારોને જણાવ્યું હતું. જોકે દબાણ ખાલી કરાયા ન હતા. જેથી ગુરૂવારે મોડી સાંજે પોલીસે દબાણ ખુલ્લા કરાવવાની તજવીજ હાથ ધરી હતી. 6-7 મકાન હતા. મકાનોનું ડિમોલિશન કરવાની કામગીરી રાત્રે ધરાતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે કોઈ મોટુ ઘર્ષણ યા વિવાદ સર્જાયો ન હતો.

X
Navsari News - latest navsari news 033104
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી