ગ્રીડ પાસેથી 35 હજારના દારૂ સાથે બે ઝડપાયા

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:30 AM IST
Navsari News - latest navsari news 033053
નવસારીના ગ્રીડ પાસેથી પોલીસે બે ઈસમોને વિદેશી દારૂ લાવીને પોતાના ઘરે વેચનાર હોય તેમને રૂ. 35 હજારના દારૂ સાથે ઝડપી પાડ્યા હતા.

નવસારી ગ્રીડ ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી અરવિંદ રણછોડને બાતમી મળી હતી કે ગ્રીડ ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર બે ઈસમો મીણીયા થેલીમાં કોઈ વસ્તુ છૂપાવીને શંકાસ્પદ હાલતમાં જનાર છે. તેમણે તપાસ કરતા બે ઈસમોને ઉભા રાખી તેમનો થેલો તપાસતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 229 નંગ બોટલ કિંમત રૂ. 35800 મળી આવી હતી. પોલીસે પાસ પરમિટ માગતા તેમની પાસે ન હોય પોલીસે ધીરજ ચૌરસીયા (ઉધના) અને પાર્વતી પટેલ (મહુવર)ની અટક કરી હતી. પોલીસે તેમની પૂછપરછ કરતા તેઓ દમણથી અજાણ્યા ઈસમો પાસેથી દારૂ લઈને ઘરે વેપાર કરતા હોવાનું જણાવ્યું હતું.

X
Navsari News - latest navsari news 033053
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી