તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • મરોલી પોંસરા ટ્રેક ઉપર ટ્રેન અડફેટે અજાણ્યાનું માથુ કપાયું

મરોલી-પોંસરા ટ્રેક ઉપર ટ્રેન અડફેટે અજાણ્યાનું માથુ કપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી નજીક મરોલી-પોંસરા ગામની વચ્ચે રેલવે ટ્રેક ઉપર પુના-જયપુર ટ્રેનની અડફેટે આવી ગયેલા અજાણ્યા યુવાનનું ધડ અને માથુ અલગ થઈ ગયા હતા. અકસ્માત બાદ માથુ ધડથી અલગ પડી ખાડીમાં પડી ગયું હતું.

નવસારી રેલવે સ્ટેશન નજીક મરોલીથી પોંસરા ગામની હદમાં રેલવે ટ્રેક ઉપર 19મીએ 11.45 કલાકે રાત્રે કોઈ અજાણ્યો શખ્સ ડાઉન ટ્રેક ઉપર જતી પુના-જયપુર ટ્રેનની અડફેટે આવી ગયો હતો. આ ઘટના અંગે પાયલય વિનયકુમારે મરોલી રેલવે સ્ટેશન અધિક્ષકને જાણ કરી હતી. આ અકસ્માતમાં ટ્રેન અડફેટે આવી જનાર યુવાનનું ધડ શરીરથી અલગ થઈ ગયું હતું. ટ્રેનની અડફેટે આવી ગયેલા યુવાનનું ધડ ટ્રેકની બાજુમાં જ પડ્યું હતુ. જ્યારે માથુ ધડથી છૂટુ પડી મિંઢોળા નદીની ખાડીમાં પડી ગયું હતું. આ ઘટનાની જલાલપોર પોલીસ મથકમાં આ ઘટનાની નોંધ મરોલીના સ્ટેશન માસ્તર ઈન્દ્રરાજે કરાવી હતી. જેની પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...