તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી શહેરમાં 24 કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

નવસારી શહેરમાં 24 કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી સહિત સમગ્ર જિલ્લામાં 24 કલાક દરમિયાન વરસાદ પડ્યો હતો. નવસારીમાં સૌથી વધુ 67 મિ.મી (પોણા ત્રણ ઇંચ) પડ્યો હતો.

નવસારીમાં સોમવારે સાંજે 8 વાગ્યા સુધી દિવસ દરમિયાન સાધારણ છાંટણા જ થયા હતા. જો કે મોડી સાંજે 8 વાગ્યા બાદ વાતાવરણ પલટાઇ ગયું હતુ. 8 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. 8 થી 10 વાગ્યાનાં 2 કલાકમાં સવા ઇંચ વરસાદ ઝીંકાઇ ગયો હતો. ત્યારબાદ સોમવારે રાત્રે પણ નવસારીમાં ધીમી ગતિના ઝાપટાં પડ્યા હતા. આજે મંગળવારે દિવસ દરમિયાન પણ સમયાંતરે ઝાપટાં પડતા રહ્યાં હતા.

નવસારીને અડીને આવેલા વિજલપોર સહિતના જલાલપોર તાલુકામાં પણ વરસાદ ગત રાત્રે અને મંગળવારે દિવસે પડ્યો હતો. મંગળવારે 4 વાગ્યા સુધીના 24 કલાકમાં નવસારીમાં પોણા ત્રણ ઇંચ અને જલાલપોરમાં 52 મી.મી (2 ઇંચ) પડ્યો હતો. વરસાદને કારણે મંગળવારે નવસારી પંથકનું વાતાવરણ ભેજમય ઠંડકભર્યુ થઇ ગયું હતુ. હવામાં ભેજનું પ્રમાણ સવારે 100 ટકા અને બપોરે પણ 98 ટકા વધું હતુ.

છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર નવસારી-જલાલપોરમાં જ નહીં સમગ્ર જિલ્લાભરમાં નોંધનીય વરસાદ પડ્યો હતો, જેમાં ગણદેવીમાં 40 મી.મી, ચીખલીમાં 49 મી.મી, વાંસદામાં 57 મિ.મી અને ખેરગામમાં 46 મી.મી થઇ ગયો હતો.

પૂર્ણાની સપાટી વધી
નવસારીને અડીને પસાર થતી લોકમાતા પૂર્ણા નદીની સપાટીમાં મંગળવારે સવારથી વધારો થયો હતો. સાધારણ 10 ફૂટ સપાટી વિરાવળ ખાતે હોય છે જ્યાં સવારથી 16:50 ફૂટ (ભયજનક 23 ફૂટ) થઇ ગઇ હતી. લગભગ આખો દિવસ આજ સપાટી રહી હતી, વધારો-ઘટાડો વધું થયો ન હતો. વાલોડમાં ગત રાત્રે 6 કલાકમાં પાંચ ઇંચ અને મહુવામાં પણ ભારે વરસાદ થતાં નવસારી નજીક પૂર્ણાની સપાટી વધી હતી.

અન્ય સમાચારો પણ છે...