તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજલપોરમાં પોષણ જાગૃતિના કાર્યક્રમ યોજાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | સરકારના રાષ્ટ્રીય પોષણ જનજાગૃતિ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિજલપોર નગરપાલિકા અને આઈસીડીએસ જલાલપોર ઘટક-2 વિજલપોર સેજાની આંગણવાડીમાં રેલવે કોલોની ખાતેથી પોષણયુક્ત આહારને બાળકોની આદત બનાવવા જનજાગૃતિ કાર્યક્રમની શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય પોષણ સપ્તાહને અનુરૂપ ન.પા. અને વિજલપોર સેજાની આંગણવાડીની વર્કર બહેનો અને બહેનોના સંયુક્ત ઉપક્રમે રંગોળી, મહેંદી સ્પર્ધા, પોષણક્ષમ આહાર, રસોઈ શો, આરતી શણગાર, મેડિકલ કેમ્પ, કુપોષણ બાળકોનું અર્બન હેલ્થ સેન્ટરના અનુભવી ડોકટર તરફથી આરોગ્ય તપાસ, શહેરી વિસ્તારમાં જનજાગૃતિ માટે રેલીનું આયોજન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...