ગેરકાયદે એસટીના પ્રમાણપત્રો રદ કરો

ઉજવણી| નવસારીમાં નીકળેલી આદિવાસીઓની સૌથી મોટી રેલીમાંની એક રેલી, આદિવાસીઓને સ્પર્શતી અનેક માગ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:25 AM
ગેરકાયદે એસટીના પ્રમાણપત્રો રદ કરો

પોતાની માગણી મુદ્દે એડિશનલ કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું

જે અંતર્ગત આજે 9મી ઓગસ્ટે નવસારી ગ્રીડ વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા. આ આદિવાસી લોકો વિવિધ વિસ્તારમાંથી આવ્યા હતા.

બપોરના સમયે ભેગા થયેલા લોકો ગ્રીડથી કાલીયાવાડી તરફ રેલી આકારે નીકળ્યા હતા. જેમાં સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડો. પ્રદીપ ગરાસિયા સહિત અનેક આગેવાનો અને હજારોની સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા. પરંપરાગત વસ્ત્ર માથે ધારણ કરેલા આદિવાસીઓ બેનરો સાથે રેલીમાં સામેલ થયા હતા. રેલી ગ્રીડથી કાલીયાવાડી પહોંચતા ત્યાં જિલ્લા સેવાસદન કચેરી નજીક સમૂહમાં ભેગા થઈ આગેવાનોએ ત્યાં હાજર નિવાસી એડિશનલ કલેકટર કમલેશ રાઠોડને મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલી પોતાની માગ અંગેનું એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. જ્યાંથી રેલી જૂનાથાણા થઈ લુન્સીકૂઈ મેદાન નજીકની ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી ત્યાં ઉપસ્થિત આદિવાસીજનોને સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદીપ ગરાસિયાએ સંબોધન કરી આદિવાસી સમાજને સ્પર્શતી વાતો કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે નવસારીમાં નીકળેલી આદિવાસીઓની આ સૌથી મોટી રેલીઓમાંની એક હતી અને આદિવાસીઓ શિસ્તબદ્ધ રીતે રેલીમાં જોડાયા હતા.

આદિવાસી સમાજની માગો

પર્યાવરણનું જતન કરવા શહેરી, ઔદ્યોગિક વિસ્તારમાં આદિવાસી જીવનશૈલીનો પ્રસાર કરાય.

વિવિધ કારણસર સ્થળાંતર પામેલા આદિવાસીઓના પ્રશ્નો સત્વરે હલ કરાય.

આદિવાસીઓનું સ્થળાંતર રોકવા સ્થાનિક કક્ષાએ પર્યાવરણને નુકસાન નહીં થાય તેની તકો ઉભી કરાય.

આદિવાસી વિસ્તારમાં પ્રોજેકટ માટે તેમની રૂઢિપ્રથા મુજબની ગ્રામસભાની મંજૂરી લેવાય.

ગેરકાયદે અપાયેલી એસટીના પ્રમાણપત્રો રદ કરવામાં આવે.

આદિવાસીઓની સરકારી ખાલી જગ્યાઓ ભરવામાં આવે.

કોન્ટ્રાકટ, ફિક્સ પગારની ભરતી બંધ કરાય.

NCST ના અહેવાલો અને ભૂરિયા કમિશનની ભલામણોના અમલીકરણની જાહેરાત કરાય.

(આ ઉપરાંત પણ ‘કેટલીક’ માંગો કરાઈ છે)

‘વનવાસી’, ‘વનબંધુ’ સામે નારાજગી

છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસીઓ માટે સરકાર ‘વનવાસી’ ‘વનબંધુ’ જેવા શબ્દનો ઉપયોગ કરી રહી છે ત્યારે આજની રેલીમાં આ શબ્દો સામે નારાજગી દર્શાવાઈ હતી. તેઓએ વનવાસી, વનબંધુ જેવા શબ્દોને ધૃણાજનક ગણાવી તે તાત્કાલિક અસરથી બંધ કરી ફક્ત ‘આદિવાસી’ શબ્દનો જ ઉપયોગ વ્યવહારમાં કરાય એવી જાહેરાત કરવા સરકારે જણાવ્યું હતું.

જોખમોનો ઉપાય આદિવાસી શૈલી

વિશ્વની માનવસૃષ્ટિ આજે જે ગ્લોબલ વોર્મિંગ, અતિવૃષ્ટિ, ધરતીકંપ, સુનામી, જળસંકટ સામે ઝઝુમી રહ્યો છે. તેનો ઉપાય આદિવાસી જીવનશૈલી છે જે કુદરત સાથે જીવન જીવે છે. આ બાબતને લીધે જ યુનોએ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઘોષિત કર્યો છે. જિલ્લાના ગામેગામથી લોકો ઉમટી પડ્યા હતા. ડો. પ્રદીપ ગરાસિયા, પ્રમુખ, સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત

વિશ્વ આદિવાસી દિવસે નવસારીમાં નીકળેલી આદિવાસીઓની જંગી રેલી.

X
ગેરકાયદે એસટીના પ્રમાણપત્રો રદ કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App