શ્રાવણ માસમાં ભાગવત કથા યોજાશે

નવસારી | નવસારીમાં ‘જાગો ચેરીટેબલ ટ્રસ્ટ’ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનાં લાભાર્થે પવિત્ર શ્રાવણ માસમાં શ્રીમદ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:25 AM
શ્રાવણ માસમાં ભાગવત કથા યોજાશે
નવસારી | નવસારીમાં ‘જાગો ચેરીટેબલ ટ્રસ્ટ’ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનાં લાભાર્થે પવિત્ર શ્રાવણ માસમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 18.8.2018 શનિવારે સાંજે 6 કલાકે ભવ્ય પોથીપૂજન જય સોમનાથ મહાદેવ મંદિર શાંતાદેવી રોડ, નવસારીથી નીકળી કથાસ્થળ શ્રી અગ્રવાલ સમાજની વાડી, રેલવે સ્ટેશન નજીક નવસારીમાં પહોંચશે. વ્યાસપીઠ પર વલસાડનાં યુવાકથાકાર મિતેષભાઇ જોષી બિરાજી સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવશે. કથાના પ્રારંભે BAPS સ્વામિનારાયણ મંદિર ગ્રીડ નવસારીનાં પૂ.સ્વામીજી તથા દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કથાકાર પ્રફુલ શુક્લ આશીર્વચન માટે પધારશે. કથા આરંભ ટાણે નવસારી સાંસદ સી.આર.પાટીલ, નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઇ, માજી મંત્રી મંગુભાઇ પટેલ, ધારાસભ્ય જલાલપોર આર.સી.પટેલ તથા અન્ય મહાનુભવો દીપપ્રાગટ્ય કરશે. જાગો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજસેવાનાં વિવિધ કાર્યો થાય છે.

X
શ્રાવણ માસમાં ભાગવત કથા યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App