નવસારી | અક્ષર અને પુરૂષોત્તમના સિદ્ધાંતને વિશ્વફલક ઉપર વિસ્તારવા બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજે આયખું ઘસી નાંખ્યું હતુ. વર્તમાનકાળે મહંત સ્વામી મહારાજ પણ સઘન પ્રયાસો કરી રહ્યાં છે. પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ પ્રમુખ સ્વામી બાપાને સ્મરણાંજલિ અર્પિત કરતું ડો.રમેશભાઇ દવે રચિત કીર્તન વરસે રે વરસે ઘન અમૃતભરી પ્રમુખ ગુરૂ હરિ મારા રે રજૂ કરી સૌને ચકિત કરી દીધા હતા. પૂ. અક્ષરવત્સલ સ્વામી રચિત કીર્તન ગાજે ગગન ઘન વરસે રે થાય વીજળી ચમકાર દાદા ખાચરને દ્વાર ઉભા અક્ષર તન ભીંજતા રજૂ કરી વર્ષા ઋતુમાં મોડી રાત્રે વરસતા વરસાદમાં ભગવાન સ્વામી નારાયણના દર્શનની ઝલક વીજળીના ઝબકારામાં મેળવવા ગુણાતીતાનંદ સ્વામી ભીંજાતા ઉભા રહેતા. જે તેમની ભગવાન પ્રત્યેની અપાર લાગણીનાં દર્શન કરાવે છે. પ્રેમાનંદ સ્વામી રચિત કૃતિ રાગ મીયા મલ્હારમાં લાગી રે મોરે નૈન નજરિયાં રજૂ કરી બધાને ચકિત કરી દીધા હતા. કિર્તન ભક્તિના અંત ભાગે પૂ. કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ પણ હિંડોળા પર્વ નિમિત્તે સુંદર કૃતિ વક્તાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ રજૂ કરી હતી. હરિભક્તોએ પૂ. કૃષ્ણપ્રિયદાસ સ્વામી અને સાજીદાઓનું અભિવાદન કર્યુ હતુ.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો