દિવ્યજીવન સંઘ નવસારીની સામાન્ય સભા યોજાશે

નવસારી | દિવ્યજીવન સંઘ નવસારી શાખાનાં સભ્યોની સામાન્યસભા તા. 10.8.2018 શુક્રવારે સાંજે 5.15 કલાકે રામજી મંદિર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:25 AM
દિવ્યજીવન સંઘ નવસારીની સામાન્ય સભા યોજાશે
નવસારી | દિવ્યજીવન સંઘ નવસારી શાખાનાં સભ્યોની સામાન્યસભા તા. 10.8.2018 શુક્રવારે સાંજે 5.15 કલાકે રામજી મંદિર ‘ધર્મનિકેતન હોલ’ નવસારીમાં મળશે. દિવ્યજીવન સંઘ ઋષિકેશ ખાતે 15 દિવસની યોગ શિબિરમાં તાલીમ મેળવનારાં સભ્યો કૌશિક નાયક અને વિનેશભાઇ પટેલ પ્રાણાયામ, ધ્યાન જેવી યોગક્રિયાનું નિદર્શન રજૂ કરશે. દિવ્યજીવન સંઘના સભ્યોને સમયસર પધારવા જણાવાયું છે. દિવ્યજીવન સંઘના આગામી કાર્યક્રમ મુજબ તા.15.8.2018 બુધવારે સવારે 10 થી 11.30 સુધી દરગાહવાલા હોલ સરબતીયા તળાવ નજીક નવસારીમાં ફ્રી ડેન્ટલ કેમ્પ યોજાશે. જેમાં ડો.ગુરૂપ્રીત કાજલા અને ડો.પ્રાચી દરજી સેવા આપશે. શિવપૂજા તા.29.8.2018 બુધવારે સવારે 8.30 કલાકેથી રામજી મંદિર દૂધીયાતળાવ નવસારીમાં વલસાડનાં બ્રહ્મચારીણી તન્વીબેન શિવપૂજા કરાવશે. તા.24.8.2018 સુધીમાં નયનાબેન, મંત્રી શૈલેશ માલી અને દેસાઇ એન્ડ દેસાઇ ઇન્વેસ્ટમેન્ટ સાંજે 4 થી 6 દરમિયાન નામ નોંધાવવાના રહેશે.

X
દિવ્યજીવન સંઘ નવસારીની સામાન્ય સભા યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App