• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Navsari
  • નવસારીની સરકારી કચેરીઓના 200 મી.ની હદમાં ધરણા-ઉપવાસ-સભા પર પ્રતિબંધ

નવસારીની સરકારી કચેરીઓના 200 મી.ની હદમાં ધરણા-ઉપવાસ-સભા પર પ્રતિબંધ

કામ અર્થે આવતા લોકોને મુશ્કેલી ન પડે તે માટે નિર્ણય લેવાયો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:25 AM
નવસારીની સરકારી કચેરીઓના 200 મી.ની 
 હદમાં ધરણા-ઉપવાસ-સભા પર પ્રતિબંધ
ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામી છે. નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્‍યાન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતાં સંકળાયેલા મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ અને ભુખ હડતાલનું ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી આ કચેરીમાં તેમજ જાહેરમાર્ગ પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે. જેથી નવસારી જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ કે.જે.રાઠોડે 19મી ઓગસ્ટ 12 કલાક સુધી કલેકટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટની કચેરી, નવસારી તથા નવસારી જિલ્લા પંચાયત અને અન્‍ય સરકારની વિવિધ વિભાગની કચેરી, પોલીસ અધિક્ષક નવસારીની કચેરી તથા તાલુકા ખાતે આવેલ મામલતદાર કચેરી, ટીડીઓ કચેરી તથા પોલીસ સ્ટેશન કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ બહારની 200 મીટરની ત્રિજયાના હદ વિસ્તારમાં સભા/સરઘસ જેવા કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

X
નવસારીની સરકારી કચેરીઓના 200 મી.ની 
 હદમાં ધરણા-ઉપવાસ-સભા પર પ્રતિબંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App