તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી નગરપાલિકાનાં વિપક્ષી નેતા માટે સભ્યોના ‘સેન્સ’ લેવાયા

નવસારી નગરપાલિકાનાં વિપક્ષી નેતા માટે સભ્યોના ‘સેન્સ’ લેવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પાલિકામાં વિપક્ષી નેતાનો વિવાદ થતાં કોંગ્રેસે હવે નેતાપદ નક્કી કરવા પાલિકાના કોર્પોરેટરોનો સેન્સ (મત) લીધો છે.

નવસારી પાલિકામાં ગત 22મી જૂનનાં રોજ પાલિકાની કમિટીઓની રચના કરવા માટે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ દિવસે પાલિકાનાં વિપક્ષ કોંગ્રેસે અઢી વર્ષ માટે વિપક્ષી નેતાની જાહેરાત કરવાનો નિર્ણય પણ લીધો હતો.

22 મીની પાલિકાની સભા મળે તે અગાઉ જ કોંગ્રેસ પક્ષે વિપક્ષી નેતાપદ માટે કોર્પોરેટર પિયુષ ઢીમ્મરના નામનો મેન્ડેટ આપ્યો હતો. જોકે આ મેન્ડેટ સામે પાલિકા કોંગ્રેસ પક્ષમાં રીતસર ભડકો થયો હતો. પાલિકામાં કોંગ્રેસનાં હાલ 13 કોર્પોરેટરો છે ત્યારે તેમાંથી 10 કોર્પોરેટરોએ 22 મીની સભામાં ગેરહાજર રહી વિપક્ષી નેતાપદના નામ સામે નારાજીગી દર્શાવી હતી. જેને લઇને કોંગ્રેસે ઉક્ત સભામાં વિપક્ષી નેતાપદની જાહેરાત મુલતવી રાખવાની ફરજ પડી હતી.

વિપક્ષી નેતાપદનાં મેન્ડેટ સામે કોંગ્રેસ કોર્પોરેટરોની નારાજીગીનું મુખ્ય કારણ નેતાપદ નક્કી કરવા અગાઉ કોર્પોરેટરોની સેન્સ જ લેવાઇ ન હતી. આ બાબતને ધ્યાનમાં લઇ કોંગ્રેસે વિપક્ષી નેતાપદ નક્કી કરવા માટે કોર્પોરેટરોનો સેન્સ લેવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત પક્ષના જિલ્લા, શહેરનાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે પાલિકાનાં કોર્પોરેટરોના સેન્સ સોમવારે લેવામાં આવ્યા હોવાની જાણકારી સૂત્રમાંથી મળી છે.

અન્ય સમાચારો પણ છે...