Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - શ્રીજીની મૂર્તિ 9 ફૂટથી ઊંચી નહીં રાખવા કલેક્ટરની તાકીદ

શ્રીજીની મૂર્તિ 9 ફૂટથી ઊંચી નહીં રાખવા કલેક્ટરની તાકીદ

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:21 AM

તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક મળી

  • Navsari - શ્રીજીની મૂર્તિ 9 ફૂટથી ઊંચી નહીં રાખવા કલેક્ટરની તાકીદ
    ગણેશોત્સવ અને તાજિયા (મહોર્રમ)ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે કલેકટર ડો. એમ. ડી. મોડિયાએ સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે કલેક્ટરાલય ખાતે બેઠક કરી હતી. તેમણે સમાજના આગેવાનોને બન્ને પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કોઇની લાગણી ન દુભાય માટે તમામ કોમના લોકોને અનુરોધ કર્યો હતો. કલેક્ટરે બેઠકમાં જણાવ્યું હતું કે, 20 અને 21 સપ્ટેમ્બર દરમિયાન મહોરમ (તાજિયા)નું પર્વ ઊજવવામાં આવશે. નવસારી શહેરમાં સૌથી વધુ કલાત્‍મક તાજિયા હોય છે. આ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે તમામે કાળજી રાખવાની રહેશે. 13મીથી ગણેશોત્‍સવનો પ્રારંભ થશે. કલેકટર ડો. એમ. ડી. મોડિયાએ ...અનુ. પાના નં. 2

    નવસારી કલેકટરાલયમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending