આદિવાસી સમાજ આજે ધારાસભ્યને આવેદન પાઠવાશે

Navsari - આદિવાસી સમાજ આજે ધારાસભ્યને આવેદન પાઠવાશે

DivyaBhaskar News Network

Sep 09, 2018, 03:21 AM IST
નવસારી આદિવાસી સમાજ દ્વારા નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈને બોગસ આદિવાસીઓને આપેલા પ્રમાણપત્રના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે. નવસારી વિધાનસભા ક્ષેત્રમાં 1.10 લાખ જેટલા આદિવાસી મતદારો છે.

નવસારી સહિત સમગ્ર રાજ્ય ભરમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયને લઈ ન્યાયની માંગણી કરાતી રહી છે. નવસારી આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો સામે બોગસ આદિવાસીઓને અપાયેલા આદિવાસીઓના પ્રમાણપત્રના વિરોધમાં આવેદનપત્ર નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈને પાઠવશે. સમગ્ર રાજ્યમાં આદિવાસી સમાજ સવારે 9 કલાકે રવિવારે આ કાર્યક્રમ આપશે. આ ઉપરાંત દરેક નેતાઓને પણ આ બાબતનું ધ્યાન દોરી રજૂઆત કરાશે. ધારાસભ્યને અંદાજિત 100થી વધુ લોકો એકત્ર થઈ આવેદનપત્ર આપશે.

X
Navsari - આદિવાસી સમાજ આજે ધારાસભ્યને આવેદન પાઠવાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી