• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Navsari
  • Navsari - અહમ, મમત્વ, અહંકાર મોટા ભાગની સમસ્યાનું મૂળ છે : પૂ. નારાયણમુનિ સ્વામી

અહમ, મમત્વ, અહંકાર મોટા ભાગની સમસ્યાનું મૂળ છે : પૂ. નારાયણમુનિ સ્વામી

નવસારી | અહમ, મમત્વ, અહંકાર મોટાભાગની સમસ્યાનું મૂળ છે. અહંકાર તૂટે એટલે બધુ સમુસુતરુ થઈ જાય. જે ત્યાગે અને આપે એનો...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:21 AM
Navsari - અહમ, મમત્વ, અહંકાર મોટા ભાગની સમસ્યાનું મૂળ છે : પૂ. નારાયણમુનિ સ્વામી
નવસારી | અહમ, મમત્વ, અહંકાર મોટાભાગની સમસ્યાનું મૂળ છે. અહંકાર તૂટે એટલે બધુ સમુસુતરુ થઈ જાય. જે ત્યાગે અને આપે એનો સ્નેહ સાચો. શ્રીકૃષ્ણની દૃષ્ટિ પડતા ગોપીઓ સમજી ગઈ કે શ્રીકૃષ્ણની મરજી ગોકુળમાં રહેવાની નથી. તેથી સૌ ગોપીઓ માર્ગમાંથી હટી ગઈ. ગોકુળથી મથુરા માત્ર 9 જ કિ.મી. દૂર હોવા છતાં ગોપીઓ માખણ વેચવા મથુરા ગઈ નથી. ભગવાનની અનુવૃત્તિ સમજીને ગોપીઓ વર્તી. ભગવાને સૌ ગોપીઓનું કલ્યાણ કર્યું. બીજાને સમજવા માટે પહેલા સાંભળવા પડે. કાનથી શબ્દના ભાવ સાંભળવા, આંખની વર્તન સાંભળવું અને હૃદય દ્વારા લાગણીના ભાવ સાંભળવા. પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝઘડા થતા હોય છે તેમાં શબ્દના ભાવને કોઈ પકડતું નથી. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે પાંચ દિવસીય પારાયણના દ્વિતીય દિવસે પૂ. નારાયણમૂનિ સ્વામીએ ઉચ્ચાર્યા હતા. અમેરિકામાં વોલ્ટર નામના બાળકના બંને પગે લકવાગ્રસ્ત થતા હલનચલન કરી ન શકે. એક દિવસ તેના માતાએ વોલ્ટરને કંઈક વાત કરતો હોય તેમ લાગતા તેની પાછળ જોઈને સાંભળવા લાગી. વોલ્ટર પગ સાથે વાતો કરતો હતો. એક દિવસ તમારે ચાલવાનું છે વગેરે માતાએ માલીશવાળાને બોલાવી બંને પગ માલીશ અને કસરત કરવાનું ચાલુ કર્યું. વોલ્ટર ધીમે ધીમે ચાલતો થયો, દોડતો થયો, કૂદકા મારતો થયો. 15મી ઓલિમ્પિકમાં 2.8 મીટરનો કુદકો મારી રેકર્ડ પ્રસ્થાપિત કરી સુવર્ણચંદ્રક વિજેતા બન્યો.

X
Navsari - અહમ, મમત્વ, અહંકાર મોટા ભાગની સમસ્યાનું મૂળ છે : પૂ. નારાયણમુનિ સ્વામી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App