દુનિયા જેને ઠુકરાવે તેને મહાદેવ અપનાવે : કથાકાર

નવસારી | સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી આયોજિત શિવમહાપુરાણ કથાના પાંચમાં દિવસે કથાકાર મેહુલ જાની (ખેરગામ) કથા...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:21 AM
Navsari - દુનિયા જેને ઠુકરાવે તેને મહાદેવ અપનાવે : કથાકાર
નવસારી | સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી આયોજિત શિવમહાપુરાણ કથાના પાંચમાં દિવસે કથાકાર મેહુલ જાની (ખેરગામ) કથા પ્રવાહમાં શિવવિવાહ પ્રસંગ વર્ણવાયો હતો. બાપુએ કહ્યું કે દુનિયા જેને ઠુકરાવે તેને મહાદેવ અપનાવે. એટલે મહાદેવ ભોલેનાથ કહેવાય છે. દુનિયામાં જેને અભિમાન હશે તેને મહાદેવ ભાન ભૂલાવશે. અભિમાનરૂપી પડતા હોય તેને શક્તિરૂપી માના દર્શન થતા નથી. જીવનમાં નિખાલસ બનજો તો શિવના દર્શન થશે. દુનિયામાં સૌથી મોટુ દાન કન્યાદાન છે. કન્યા વિદાય પ્રસંગ વર્ણવતા સૌ ભક્તોજનોની આંખ અશ્રુથી છલકાઈ ઉઠી હતી. કથામાં આજે ભાગવતાચાર્ય (ધરમપુર) પધાર્યા હતા. એમણે આશીર્વચન આપતા કહ્યું કે જેને સારી રીતે શ્રવણ કરતા આવડી જાય તે અગત્યનું છે. મડદા બેઠા કરે તેનું નામ કથા છે. કથા એ જીવતે જીવ મુક્તિ પ્રદાન કરનારી છે. કૃષ્ણ પરિવારના ઉપપ્રમુખ ઉત્તમભાઈ ચૌધરી (વ્યારા) કથામાં પધાર્યા હતા. કથામાં પધારેલા આમંત્રિતોનું સન્માન કરાયું હતું.

X
Navsari - દુનિયા જેને ઠુકરાવે તેને મહાદેવ અપનાવે : કથાકાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App